છોલે-ભટુરેનો ભાવ વધુ હોવાથી DC પાસે ગયો શ્રમિક, કહ્યું- પહેલા 20 હતા, હવે 40 થયા

PC: twitter.com

પંજાબના સંગરુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છોલે-ભટુરાની થાળીના ભાવ વધારાને લઈને એક મજૂર ગુસ્સે થઈ ગયો અને પોતાની ફરિયાદ લઈને ડેપ્યુટી કમિશનર (DC) પાસે પહોંચ્યો. આ પછી ડેપ્યુટી કમિશનર જતિન્દર યોરવાલે SDM સંગરુર ચરણજોત સિંહ વાલિયાને આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો. સમગ્ર વિસ્તારમાં આ બાબતની ભારે ચર્ચા થઈ રહી છે.

હકીકતમાં, સંગરુરની કરતારપુર કોલોનીમાં રહેતો મજૂર બિંદર સિંહ 16 એપ્રિલના રોજ પોતાના ઘરેથી ખાવાનું લઈને મજૂર તરીકે કામ કરવા માટે શહેરમાં ગયો હતો. પરંતુ, બપોરે ખાવાનું બગડી ગયું હતું. આ પછી મજૂર છોલે ભટુરેની લારી પર છોલે ભટુરે ખાવા ગયો. ત્યાંના છોલે ભટુરે વિક્રેતાએ કહ્યું કે, એક પ્લેટની કિંમત 40 રૂપિયા છે. બિન્દર સિંહને છોલે-ભટુરા પહેલા કરતાં વધુ મોંઘા લાગ્યા. કારણ કે, તેણે અગાઉ આ જ લારી પર 20 રૂપિયાની થાળી ખાધી હતી.

જેના કારણે તેણે તેનો વિરોધ કર્યો હતો. ત્યારપછી તે જિલ્લાના ડેપ્યુટી કમિશનર પાસે ગયો અને આ અંગે ફરિયાદ કરી. મજૂર બિન્દર સિંહે કહ્યું કે, મારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હું બહુ ખુશ છું. કારણ કે, સામાન્ય મજૂરને પણ ન્યાય મળી રહ્યો છે. જ્યારે મેં ફરિયાદ કરી ત્યારે ઘણા લોકો મારી મજાક ઉડાવતા હતા. પણ મેં મારો અવાજ ઉઠાવ્યો, જે મને ગમ્યો.

બિંદર સિંહે લખ્યું કે, તે સંગરુરની કરતારપુર કોલોનીનો રહેવાસી એક મજૂર છે. શહેરના કલા માર્કેટ પાસે એક લારી પર તેને 40 રૂપિયાની કિંમતની છોલે ભટુરેની પ્લેટ મળી, જેની કિંમત પહેલા 20 રૂપિયા હતી. આ સામાન્ય ગરીબ લોકો પાસેથી જાણે લૂંટ થઇ હોય એમ છે. તમે આની સામે પગલાં લો. જેઓ કોઈપણ કારણ વગર પોતાની મેળે ભાવ વધારી રહ્યા છે.

SDM ચરણજોત સિંહ બલિયાએ જણાવ્યું કે, છોલે ભટુરે પ્લેટના ઊંચા દરને કારણે જિલ્લાના ડેપ્યુટી કમિશનરને ફરિયાદ મળી હતી. જે તપાસ માટે મારી પાસે આવી છે. ફરિયાદ નાની હોય કે મોટી, તે આપણા માટે ફરિયાદ છે. કારણ કે, દરેક વ્યક્તિ ન્યાયની આશા સાથે વહીવટીતંત્ર પાસે આવે છે. અમે આ મામલાને જલ્દી ઉકેલવાનો પ્રયાસ કરીશું. કારણ કે, લોકોને વહીવટીતંત્ર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અમે તેમને નિરાશ નહીં કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp