અશોક ચવ્હાણને BJPમાં જોડાયા પછી શું મળશે, કઇ બાબત પર થઇ ડીલ
મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ BJPમાં જોડાયા છે. તેમણે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. BJPમાં જોડાતા પહેલા ચવ્હાણે કહ્યું હતું કે, આજથી હું ફરીથી મારી રાજકીય કારકિર્દી શરૂ કરી રહ્યો છું. આ દરમિયાન DyCM દેવેન્દ્ર ફડણવીસ, BJPના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલાર મંચ પર હાજર હતા.
મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને આવતીકાલે એટલે કે 14મી ફેબ્રુઆરીએ તેમનું રાજ્યસભા ઉમેદવારી નોંધાવશે. સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને મોટો ફટકો આપતા અશોક ચવ્હાણે સોમવારે આગામી લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ આજે BJPમાં જોડાયા છે, કારણ કે BJP અશોક ચવ્હાણને રાજ્યસભાની ટિકિટ આપી શકે છે. રાજ્યસભા માટે નોમિનેશનની છેલ્લી તારીખ માત્ર 15 ફેબ્રુઆરી સુધી છે. તેથી અશોક ચવ્હાણે આજે BJPમાં પ્રવેશ કર્યો છે અને તેઓ આવતીકાલે 14મી ફેબ્રુઆરીએ ઉમેદવારી નોંધાવી શકે છે. માનવામાં આવે છે કે, આજે BJPમાં જોડાયા પછી અશોક ચવ્હાણ સીધા દિલ્હી જવા રવાના થશે.
LIVE |📍 मुंबई | माध्यमांशी संवाद (13-02-2024) https://t.co/bm7AlBmeHe
— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) February 13, 2024
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી અશોક ચવ્હાણે આજે (મંગળવારે) કહ્યું, 'હું આજે બપોરે 12-12:30 દરમિયાન મારી રાજકીય કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. આજે હું BJPમાં પ્રવેશ કરી રહ્યો છું...' અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો આપતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે સોમવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ કોંગ્રેસને આંચકો આપ્યો હતો.
ચવ્હાણે કહ્યું કે, જો કે મેં કોંગ્રેસના કોઈપણ ધારાસભ્યને આજે મારી સાથે આવવાનું આમંત્રણ આપ્યું નથી. આ દરમિયાન ચવ્હાણને પૂછવામાં આવ્યું કે, આજે સત્ય સાંઈ બાબાની પૂજા કરતી વખતે તેમણે શું માંગ્યું? અશોક ચવ્હાણે કહ્યું કે, હું હંમેશા ઘરની બહાર નીકળતી વખતે પૂજા કરું છું. આ મારી રોજની આદત છે. અશોક ચવ્હાણે કહ્યું કે, સારા કામ માટે બહાર જતી વખતે ભગવાનના આશીર્વાદ લેવા એ મારી સામાન્ય આદત છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી અશોક ચવ્હાણે કહ્યું કે, કોંગ્રેસ છોડવાનો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે. રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને લખેલા પત્રમાં ચવ્હાણે કહ્યું કે, તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ધારાસભ્ય પદેથી રાજીનામું પણ સુપરત કર્યું હતું. ભોકર સીટના ધારાસભ્ય અશોક ચવ્હાણ પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હતા. તેઓ નાંદેડ લોકસભા મતવિસ્તારના ભૂતપૂર્વ સાંસદ પણ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp