ભારતના આ શહેરમાં છે એશિયાનું સૌથી પહેલું HIV પોઝિટિવ લોકોનું કાફે
HIV પોઝિટિવ લોકોને નોકરી મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમજ, અન્ય એવી સંસ્થાઓ અને સંગઠન હોય છે, જે આ લોકોને વેલફેર માટે કામ કરે છે, આવું જ એક કાફે કોલકાતામાં ખોલવામાં આવ્યું છે. તેની ખાસ વાત એ છે કે, અહીં કામ કરતા તમામ કર્મચારી HIV પોઝિટિવ છે. HIV પોઝિટિવ કર્મચારીઓ દ્વારા સંચાલિત થતું આ એશિયાનું પહેલું કાફે છે.
નોકરીઓ નિર્માણ કરવાનો હેતુ
દૈનિક જાગરણના રિપોર્ટ મુજબ, આનું નામ ‘કાફે પોઝિટિવ’ રાખવામાં આવ્યું છે, આનો હેતુ HIV પોઝિટિવ લોકો માટે જાગૃતિ લાવવાનો અને રોજગાર નિર્માણ કરવાનો છે. આ કાફેને ‘આનંદઘર’ NGO દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે, તેની સ્થાપના કલ્લોલ ઘોષે કરી છે. આ NGO દિવ્યાંગ બાળકો અને HIV પોઝિટિવ લોકો માટે કામ કરે છે.
ફ્રૈંકફર્ટના કાફેથી પ્રેરણા મળી
કલ્લોલ ઘોષનું કહેવું છે કે, આ ફ્રૈંકફર્ટ (Frankfurt)માં એક કાફેથી પ્રેરિત હતા, જે સંપૂર્ણ રીતે HIV પોઝિટિવ લોકો દ્વારા ચલાવવામાં આવે છે, જે જગ્યાએ આ કાફે શરૂ થયું છે, તે જગ્યા કોફી અને સેન્ડવિચ માટે પ્રખ્યાત છે, અહીં મહત્તમ સમયે કામ કરતા લોકો અને કોલેજના વિદ્યાર્થીઓની ભીડ હોય છે.
30 કાફે ખોલવાની યોજના
ઘોષનું કહેવું છે કે, તેમની યોજના ભારતમાં આવા 30 કાફે ખોલવાની છે, ત્યારે તેમને ટ્રેનિંગ માટે 800 લોકોને શોર્ટ લિસ્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં કાફે ખોલવાના સમયે આશંકા હતી કે, આ ચાલશે કે નહીં, પણ લોકો હવે આવે છે, જ્યારે તેમને જાણ થાય કે, અહીં કામ કરતા લોકો HIV પોઝિટિવ છે, અનેક લોકો રોકાય છે તો ઘણા બધા પાછા પણ ચાલ્યા જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp