Video: સ્પીકરે હિન્દીમાં જવાબ આપવા કહ્યું, મંત્રી પંજાબી બોલવા લાગ્યા પણ પછી...

PC: aajtak.in

સંસદમાં એક જૂની પ્રથા છે કે સામાન્ય રીતે મંત્રી જે ભાષામાં પ્રશ્નો પૂછે છે, તે ભાષામાં જ જવાબ આપે છે, પરંતુ જો તેને તે ભાષા આવડતી ન હોય તો તેનો જવાબ હિન્દી કે અંગ્રેજી કોઈપણ ભાષામાં આપી શકાય છે. ગુરુવારે, લોકસભામાં આ પ્રકારની ભાષાના વિવાદને લઈને સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ મંત્રી હરદીપ સિંહ પુરી વચ્ચે નજીવી તકરાર થઈ હતી.

હકીકતમાં પ્રશ્નકાળ દરમિયાન BJP સાંસદ મનોજ તિવારીએ આયુષ્માન ભારત કાર્ડના અભાવે દિલ્હી અને પશ્ચિમ બંગાળના પ્રવાસી મજૂરોને પડી રહેલી સમસ્યાઓ પર પ્રશ્ન પૂછ્યો હતો. જ્યારે મંત્રી હરદીપ સિંહ પુરી આનો જવાબ આપવા માટે ઉભા થયા, તો તેમણે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. આના પર સ્પીકરે તેમને અટકાવ્યા અને કહ્યું કે, જે ભાષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેમાં જવાબ આપો. સ્પીકરે કહ્યું કે, માનનીય મંત્રી હિન્દી જાણે છે, તો હિન્દીમાં જ જવાબ આપો.

આ જોઈને હરદીપ સિંહ પુરી ચોંકી ગયા હતા. તેણે કહ્યું, "સર, હું હિન્દીમાં પણ જવાબ આપી શકું છું અને જો તમે ઇચ્છો તો, હું પંજાબીમાં પણ જવાબ આપી શકું છું, કારણ કે મનોજ તિવારી પંજાબી પણ સમજે છે, પરંતુ જે પ્રકારની સૂચના ખુરશી પરથી આવી રહી છે, તે અન્ય લોકો માટે પણ હોવી જોઈએ.' આ પછી મંત્રીએ પંજાબીમાં જવાબ આપવાનું શરૂ કર્યું. આના પર સ્પીકર ઓમ બિરલાએ તેમને ફરીથી અટકાવ્યા અને કહ્યું કે, જો તેઓ પંજાબીમાં બોલવા માંગતા હોય, તો તેમણે પહેલા આસન પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે. હિન્દી અને અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓ માટે આ જરૂરી છે.

સ્પીકર બિરલાએ વાતાવરણને હળવું કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે, હું જાણું છું કે મંત્રી મહોદય ઘણી બધી ભાષાઓ જાણે છે. હિન્દી અને અંગ્રેજી સિવાય તમે બીજી ઘણી ભાષાઓ બોલી શકો છો પરંતુ અહીં તમારે જે ભાષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તેમાં જવાબ આપવાનો રહેશે. હિન્દી-અંગ્રેજી સિવાયની કોઈપણ અન્ય ભાષામાં જવાબ આપવા માટે પૂર્વ લેખિત પરવાનગી લેવી પડશે. આ પછી આસનની સલાહને ધ્યાનમાં રાખીને મંત્રી પુરીએ કહ્યું કે, હું ભોજપુરી ટચ સાથે હિન્દીમાં જવાબ આપું છું. પછી તેમણે હિન્દીમાં જવાબ આપવાનું શરૂ કર્યું.

સ્પીકર ઓમ બિરલા આટલેથી ન અટક્યા. મંત્રીનો જવાબ પૂરો થયા પછી, તેમણે તેમને સૂચના આપી કે આયુષ્માન યોજનાના મામલે, તેમણે દિલ્હી અને પશ્ચિમ બંગાળની બંને રાજ્ય સરકારો તેમજ આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને તેનો અમલ કરવા સૂચના આપવી જોઈએ. જ્યારે પુરીએ ફરીથી તેમને ટોક્યા ત્યારે ઓમ બિરલાએ કહ્યું કે, મંત્રીને ખબર હોવી જોઈએ કે, આસન કોઈપણ રાજ્ય સરકાર અથવા કોઈપણ રાજકીય પક્ષને સૂચના આપી શકે નહીં. આસન માત્ર કેન્દ્ર સરકારને જ સૂચના આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp