અસમતમાંથી બની નેહા, ટીચરે હિંદુ ધર્મ અપનાવ્યો, CM પાસે માગી સુરક્ષા

PC: panchjanya.com

ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી મુસ્લિમ સમુદાયની એક યુવતીએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. ધર્મ બદલીને તે અસમત અલીમાંથી નેહા સિંહ બની છે. અસમતમાંથી નેહા બનેલી યુવતીએ કહ્યું કે, ટ્રિપલ તલાક, હલાલા જેવી બાબતોથી ડરીને મેં સનાતન ધર્મ અપનાવ્યો છે. જો કે તેના પરિવારજનો આ વાતથી નારાજ છે. તેથી તેના પરિવારથી તેના જીવને ખતરો હોવાનું કહીને તેણે વહીવટીતંત્ર અને પોલીસ પાસે રક્ષણની માંગ કરી છે.

નેહા (અસમત) જિલ્લાના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તે વ્યવસાયે શિક્ષક છે. તેણે કહ્યું કે, હું શરૂઆતથી જ ભગવાન શિવને મારા આરાધ્ય દેવ માનું છું. મેં મહાકાલના દરબારમાં હાજરી પણ આપી છે. હાલમાં જ પરિવારના સભ્યોએ તેના અપહરણની ખોટી ફરિયાદ નોંધાવી હતી, ત્યારપછી નેહાએ આગળ આવીને બધાને સત્ય જણાવ્યું.

અસમતનું કહેવું છે કે, તેણે ઈસ્લામ છોડીને સનાતન ધર્મ સ્વીકાર્યો છે. તેના પિતાનું નામ અસગર અલી છે, જેઓ બીજ વિકાસ નિગમમાં એકાઉન્ટન્ટ હતા. તે હવે આ દુનિયામાં નથી. નેહાએ જણાવ્યું કે, તેને શરૂઆતથી જ સનાતન ધર્મનો પ્રેમ હતો.

બરેલી કોલેજમાંથી સ્નાતક થયા પછી તે હાલમાં B.Edનો અભ્યાસ કરી રહી છે. સાથે જ તે ટીચિંગ વર્ક પણ કરી રહી છે. તે શિક્ષિત અને નોકરી કરે છે.

નેહાએ કહ્યું કે, તેની બહેન, ભાભી અને માતા તેના લગ્ન એવા વ્યક્તિ સાથે કરવા જઈ રહ્યા હતા જેણે તેની પત્નીને તલાક આપ્યા પછી તેના હલાલા કરાવી ચુક્યો હતો. પરિવારનો આવો ખરાબ નિર્ણય મેં સ્વીકાર્યો ન હતો. જ્યારે મેં આનો વિરોધ કર્યો, તો મારા પરિવારના સભ્યો મારા પર બિનજરૂરી દબાણ કરવા લાગ્યા. અંતે મેં સ્વેચ્છાએ ઘર છોડી દીધું અને ઇસ્લામનો ત્યાગ કર્યો અને વૈદિક રિવાજોને અનુસરીને સનાતન ધર્મ અપનાવી લીધો.

નેહાના કહેવા પ્રમાણે, તેના ધર્મ છોડવાથી પરિવાર નારાજ છે. એક કાવતરાના ભાગરૂપે, તેઓએ બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનમાં મારા સાથીદાર મોહિત સિંહ વિરુદ્ધ અપહરણનો ખોટો રિપોર્ટ નોંધાવ્યો. જ્યારે, અપહરણની વાર્તામાં બિલકુલ સત્ય નથી. મેં મારી પોતાની મરજીથી ઘર છોડ્યું છે. અને કોઈ ના પણ દબાણ વગર સનાતન ધર્મ અપનાવ્યો છે.

નેહાએ એમ પણ કહ્યું કે, તેને તેના પરિવારના સભ્યો તરફથી તેના જીવ પર ખતરો છે. નેહાએ UPના CM યોગી આદિત્યનાથ સાથે બરેલીના DM અને SSPને પત્ર મોકલીને તેના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કરીને સુરક્ષાની વિનંતી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો તેને સુરક્ષાને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે તો તેના પરિવારના સભ્યો જવાબદાર રહેશે.

દરમિયાન, આ મામલામાં એરિયા ઓફિસર અનિતા ચૌહાણે જણાવ્યું કે, યુવતીની માતા વતી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp