કોંગ્રેસે આસામના CM સોનોવાલને ભાજપ છોડવા માટે આપી આ ઓફર

PC: firstpost.com

આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવવ્રત સૈકિયાએ એક સ્થાનિક ટીવી ચેનલએ કહ્યું, 'એનઆરસી બિલના પગલે રાજ્યમાં ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિને જોતા સર્બાનંદ સોનોવાલને ભાજપ છોડી દેવી જોઈએ તેમજ પોતાના 40 ધારાસભ્યોની સાથે બહાર નીકળી જવું જોઈએ'.

આસામ કોંગ્રેસના નેતા દેવવ્રત સૈકિયાએ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને ભાજપ છોડવા તેમજ તેમના પક્ષને સમર્થન આપી નવી સરકાર બનાવવા માટેની રજૂઆત કરી છે.

આસામ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા દેવવ્રત સૈકિયાએ શનિવારે એક સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, 'વિરોધ પ્રદર્શનોને પ્રોત્સાહન આપતા નાગરિકતા સુધારણા બિલને પગલે રાજ્યમાં ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ જોતા સર્બાનંદ સોનોવાલને ભાજપ છોડી દેવી જોઈએ અને ઓછામાં ઓછા 40 ધારાસભ્યોને લઇ બહાર નીકળી જવું જોઈએ'.

સૈકિયાએ વધુમાં કહ્યું હતું કે, 'અમે સોનોવાલને ફરીથી આસામના મુખ્યમંત્રી બનાવી દઈશું. 126 ધારાસભ્યોની વિધાનસભામાં 25 ધારાસભ્યો અમારી પાસે છે. અમે નવી સરકાર બનાવવા માટે એજીપી અને અન્ય દળોનું સમર્થન લઇ શકીએ છીએ'.

તાજેતરમાં ભાજપ સાથેનું પોતાનું ગઠબંધન તોડનાર આસામ ગણ પરિષદ (એજીપી)એ કહ્યું હતું કે, નાગરિકતા સુધારણા બિલ (એનઆરસી બિલ) રદ્દ કરવા પર માટે તે ભાજપ સાથેનું પોતાનું ગઠબંધન પુનર્સ્થાપિત કરી શકે છે.

જણાવી દઈએ કે, આસામ વિધાનસભામાં ભાજપના 61, કોંગ્રેસના 25, એજીપીના 14, એઆઈયુડીએફના 13, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના 12 ધારાસભ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp