આસામમાં મહિલા ડૉક્ટર કોરોનાના 2 વેરિયન્ટથી સંક્રમિત, વેક્સીનના બંને ડોઝ લીધા હતા

PC: yimg.com

આસામના ડિબ્રૂગઢમાં એક મહિલા ડૉક્ટર કોરોનાના બે વેરિયન્ટ(આલ્ફા અને ડેલ્ટા)થી સંક્રમિત મળી આવી છે. ખાસ વાત એ છે કે ડૉક્ટરે વેક્સીનના બંને ડોઝ લઇ લીધા હતા. રીજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ડિબ્રૂગઢના સીનિયર વૈજ્ઞાનિક ડૉ.બીજે બોરકાકોટીએ તેની જાણકારી આપી છે.

ડૉ.બોરકાકોટીએ જણાવ્યું કે ડબલ સંક્રમણ કોઇ અન્ય મોનો સંક્રમણ સમાન છે. એવું નથી કે બેગણા સંક્રમણથી બીમારી ગંભીર થઇ જશે. અમે આ કેસ પર એક મહિનાથી નજર રાખીએ છીએ. દર્દી એકદમ બરાબર છે. ચિંતાની કોઇ વાત નથી. હાલમાં હોસ્પિટમાં તેની સારવાર ચાલી રહી છે.

ડબલ સંક્રમણ કઇ રીતે થાય

ડૉ. બોરકાકોટીએ કહ્યું કે ડબલ ઈન્ફેક્શન ત્યારે થાય છે જ્યારે બે વેરિયન્ટ એક વ્યક્તિને એકસાથે કે ખૂબ ઓછા સમયમાં સંક્રમિત કરે છે. સંક્રમણ પછી એન્ટીબોડી બનવામાં 2-3 દિવસનો સમય લાગે છે. પણ ક્યારેક ક્યારેક અંદર બંને વેરિયન્ટ એક્ટિવ થઇ જાય છે. આ પહેલા આવા કેસો બ્રિટન, પોર્ટુગલ અને બ્રાઝીલમાં સામે આવી ચૂક્યા છે. બની શકે કે આ ભારતનો પહેલો કેસ હોય.

ડૉ. અનુરાગ અગ્રવાલ કહે છે કે, મહિલા ડૉક્ટરના પતિ પણ આલ્ફા વેરિયન્ટથી સંક્રમિત હતા. દિલ્હીમાં CSIR-IGIBના ડિરેક્ટર ડૉ. અગ્રવાલ અનુસાર લીનિએજ Aથી સંક્રમિત થવું અને લીનિએજ Bથી ફરી સંક્રમણ થવું ખૂબ જ સામાન્ય છે. પણ લીનિએજ A+Bથી એકસાથે સંક્રમણના પણ અમુક કેસ સામે આવ્યા છે.

આસામમાં આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચની આસપાસ બીજી લહેરના શરૂઆતી સ્ટેજમાં કોરોનાના મોટાભાગના કેસો આલ્ફા વેરિયન્ટના હતા. પણ એપ્રિલમાં વિધાનસભા ચૂંટણી પછી ડેલ્ટા વેરિયન્ટના કેસો સામે આવવા લાગ્યા. નોર્થ ઈસ્ટ રાજ્યોમાં હાલમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી લહેરના પીક દરનિયાન મે મહિનામાં આસામમાં કોરોનાના 6500થી વધારે કેસો મળ્યા હતા. સોમવારે ત્યાં 1797 નવા કેસો સામે આવ્યા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર રાજ્યમાં હાલમાં 17454 એક્ટિવ કેસો છે. અત્યાર સુધીમાં 526607 લોકો સાજા થઇ ચૂક્યા છે અને 5019 લોકોના મોત થયા છે. આસામમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના કુલ 8940107 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 7382885 પહેલો અને 1557222 બીજો ડોઝ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp