કોથળો ભરીને સિક્કા લઈને સ્કૂટર ખરીદવા શૉ રૂમ પહોંચ્યો શખ્સ, જુઓ વીડિયો

PC: facebook.com

આસામના એક શખ્સે સ્કૂટર ખરીદવાની રસપ્રદ કહાની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. શખ્સે બાઇક ખરીદવા માટે શૉ રૂમમાં કોથળો ભરીને સિક્કા લઈને પહોંચ્યો હતો. આ સિક્કાઓને એક એક કરીને જોડ્યા હતા એટલે આ સિક્કા તેના ઘણા મહિનાઓની સેવિંગ હતી. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ આ રસપ્રદ કહાની.

યુટ્યુબર હાર્દિક જે. દાસે આ કહાની શેર કરી છે જે મુજબ વ્યવસાયે દુકાનદાર આ શખ્સે પોતાના સપનાનું સ્કૂટર ખરીદવું હતું. તેના માટે તે મહિનાઓથી સિક્કા જમા કરી રહ્યો હતો. હાલમાં જ જ્યારે સ્કૂટર ખરીદવા જેટલા પૈસા એકત્ર થઈ ગયા તો તે શૉ રૂમમાં ગયો. શખ્સ જે અંદાજમાં સ્કૂટર ખરીદવા માટે શૉ રૂમ પહોંચ્યો તે ખૂબ જ રસપ્રદ હતો. હકીકતમાં તે પોતાની સેવિંગ્સનો કોથળો ભરીને સિક્કા લઈને શૉ રૂમમાં પહોંચ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે શખ્સ શૉ રૂમમાં પહોંચતા જ ત્યાં ઉપસ્થિત લોકો હેરાન થઈ જાય છે.

કેટલાક લોકો સિક્કાથી ભરેલા ભારે ભરકમ કોથળાને ઊપડતા નજરે પડે છે. શૉ રૂમનો સ્ટાફ ઘણા સમય સુધી સિક્કા ગણવામાં લાગી રહ્યો. કહેવામાં આવે છે કે શખ્સ 1, 2 અને 10 રૂપિયાના સિક્કા લઈને શૉ રૂમમાં પહોંચ્યો હતો. પૈસા આપવા અને કાગળી કામ કર્યા બાદ સ્કૂટરની ચાવી માલિકને સોંપી દેવામાં આવી. તેનો એક વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં સિક્કાઓનો કોથળો ઉઠાવતા લોકો નજરે પડી રહ્યા છે. એક જગ્યાએ સિક્કાને પ્લાસ્ટિકના ટોપલામાં રાખવામાં આવ્યા છે. આ વીડિયોને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે વાયરલ વીડિયોમાં શખ્સનું નામ કહેવામાં આવ્યું નથી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં મધ્ય પ્રદેશથી એક એવી જ ઘટના સામે આવી હતી. એક યુવક 25 હજાર રૂપિયાના સિક્કાને લઈને બાઇક લેવા માટે પહોંચ્યો હતો અને ત્યાંથી સ્કૂટર ખરીદ્યું હતું. ત્યારે યુવક અભિજીત દ્વિવેદીએ જણાવ્યું હતું કે તેના પરદાદા, દાદા અને પિતા બધા પુરોહિત છે. તેમની પાસે 25 હજાર રૂપિયાના સિક્કા એકત્ર કર્યા અને સ્કૂટર ખરીદવા બાઇક શૉ રૂમમાં પહોંચ્યો અને સંચાલકને સિક્કાઓ બાબતે ઉલ્લેખ કર્યો. તેના પર સંચાલક સહમત થયો. યુવક જ્યારે સિક્કા લઈને શૉ રૂમ પહોંચ્યો તો બધા જોતા જ રહી ગયા. સંચાલક તરફથી સિક્કાઓનો સહર્ષ સ્વીકારવાથી ચર્ચાનો આ ઘટના વિષય બની ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp