સિબ્બલનો SCમાં મોટો દાવો- આસામ મ્યાનમારનો હિસ્સો હતું, હિમંતા સરકારે આપ્યો જવાબ

PC: indiatoday.in

સિટિઝનશીપ એક્ટ 1955ને લઇને સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને વર્ષ 1971 બાદ આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં ગેરકાયદેસર રૂપે આવતા પ્રવાસીઓના આંકડા ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. આસામમાં હાલના દિવસમાં આ કાયદાની કલમ 6(A)ને લઇને ખૂબ દલિલો ચાલી રહી છે. મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડ અને 4 અન્ય જજોની બેચ કેસની સુનાવણી કરી રહી હતી. ઘણા અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં સિટિઝનશીપ એક્ટ 1955ની કલમ 6(A)ને પડકાર આપ્યો હતો.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આસામને લઇને મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે, તે (આસામ) મ્યાનમારનો હિસ્સો રહેતું હતું. સિબ્બલના દાવા પર આસામ સરકારની પણ પ્રતિક્રિયા આવી છે. સરકારના પ્રવક્તા પિયુષ હજારિકાએ કહ્યું કે મહાભારતકાળથી જ આસામ ભારતવર્ષનો હિસ્સો છે. કલમ 6(A)એ કેટલાક વિદેશી પ્રવાસીઓને નાગરિકતા આપવા માટે અરજી કરવાનો અધિકાર આપ્યો છે. આ એ પ્રવાસી છે જે વર્ષ 1966 થી વર્ષ 1971 વચ્ચે આસામ આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે પોતાના તર્ક રાખ્યા.

તેમણે ઇતિહાસની વાતો કરતાં કહ્યું કે, એ લોકોની ઓળખ કરવું ખૂબ મુશ્કેલ કામ છે. બ્રિટિશ શાસનકાળમાં આસામ મ્યાનમારનો હિસ્સો હતું અને ભાગલા બાદ તે પૂર્વી બંગાળ સાથે જોડાયું હતું. આ પ્રકારે આસામમાં બંગાળી વસ્તી પણ રહે છે. ઇતિહાસમાં પણ લોકોનું આસામમાં આવવા-જવાનું ચાલુ રહ્યું છે અને તેને અલગથી મેપ નહીં કરી શકાય. જો તમે આસામના ઇતિહાસને જોશો તો એમ જ લાગશે કે આસામમાં આવનારાઓ બાબતે જાણકારી મેળવવી ખૂબ મુશ્કેલ છે.

જો વર્ષ 1824 અગાઉની વાત કરીએ તો આસામ મ્યાનમારનો હિસ્સો હતું. ત્યારબાદ જ્યારે બ્રિટિશ લોકોએ જીત હાંસલ કરી તો સંધિ સમજૂતી હેઠળ તેને બ્રિટીશર્સને સોંપી દેવામાં આવ્યું. તમે અંદાજો લગાવી શકો છો કે એ સમયે ત્યાં બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ કયા પ્રકારે પ્રદર્શન કરતાં હતા. તો પિયુષ હજારિકાએ કહ્યું કે, આસામના ઇતિહાસમાં એ ક્યારેય રહ્યું નથી કે તે મ્યાનમારનો હિસ્સો રહ્યું હોય. મહાભારત અને તેનાથી પણ અગાઉ તે ભારતવર્ષનો અભિન્ન હિસ્સો રહ્યું હતું.

સિબ્બલે કહ્યું કે, કુલ મળીને આ વિવાદનો એક જ મૂળ છે કે જે લોકો સેક્શન 6(A)નું એમ કહીને વિરોધ કરી રહ્યા છે કે આ બાંગ્લાદેશથી આવનારા ઘૂસણખોરોને કાયદેસર કરી રહ્યું છે, તેઓ રાજ્યની ડેમોગ્રાફી અને સંસ્કૃતિ સાથે ખેલવાડ કરવા માંગે છે. CJI ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠમાં એ.એસ. બોપન્ના, એમ.એમ. સુંદરેશ, જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp