27ના મોત પર પ્રત્યક્ષદર્શીની જુબાની, જીવ બચાવવા ત્રીજા માળથી કૂદવા લાગ્યા લોકો..

PC: indiatoday.in

આગ લાગવાના કારણે પોતાનો જીવ બચાવવા માટે લોકો ત્રીજા માળ પરથી કૂદી ગયા. તેમને હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ બની ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં એ ફેક્ટ્રી ચાલી રહી હતી. આ દરમિયાન કામ કરનારા લોકો આ બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મોડી રાત સુધીમાં આગ પર ઘણી હદ સુધી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. જોકે આગ સાંજે 4:30 વાગ્યાથી લાગી હતી એટલે કુલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.

બાહ્ય જિલ્લાના DCP સમીર શર્માએ જણાવ્યું કે, ઘટનાસ્થળ પરથી અત્યાર સુધી 100 કરતા વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. એ સિવાય 27 લોકોના શવ મળી આવ્યા છે. ઘટનાસ્થળ પર ઉપસ્થિત એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જેવી જ આગ લાગવાની ઘટના થઈ, તાત્કાલિક ગામના લોકો ત્યાં પહોંચી ગયા અને આગ પર નિયંત્રણ મેળવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. તેની સાથે જ તેમણે પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટને ફોન પણ કર્યો. આ ઘટના સાંજે 4:30 વાગ્યે બની હતી. પ્રત્યક્ષદર્શીએ એમ પણ કહ્યું કે, એ સમયે બિલ્ડિંગમાં લગભગ 300 લોકો ઉપસ્થિત હતા.

દિલ્હી ફાયર સર્વિસના ડેપ્યુટી ફાયર ઓફિસર સુનિલ ચૌધરી જણાવ્યું કે, આગની લપેટોથી બચવા માટે કેટલાક લોકો ઈમારતમાંથી કૂદી ગયા હતા, ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા. આ ઘટનાને રેસ્ક્યૂ કરવાનો વીડિયો સામે આવ્યો છે કે કઈ રીતે સ્થાનિક લોકો 3-4 સીડીઓ બાંધીને મહિલાઓને નીચે ઉતારી રહ્યા છે અને બીજી તરફ આગની લપેટો ઉઠતી નજરે પડી રહી છે.

જોકે અધિકારીએ જણાવ્યું કે, સંજય ગાંધી હૉસ્પિટલમાં દર્દીઓને એડમિટ કરવા માટે હવે જગ્યા બચી નથી. હવે જે પણ ઇજાગ્રસ્ત લોકો છે, તેમને બીજી હૉસ્પિટલોમાં એડમિટ પણ કરાવવામાં આવશે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, મૂંડકા મેટ્રો સ્ટે પાસે ગત સાંજે એક ત્રણ માળથી વ્યાવસાયિક ઇમારતમાં આગ લાગી ગઈ હતી, ત્યારબાદ કંપનીના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલને પોલીસે કસ્ટડીમાં લીધા છે.

દિલ્હીના ચીફ ફાયર ઓફિસર અતુલ ગર્ગે જણાવ્યું કે, ઘટનાસ્થળ પર અત્યારે પણ 30-40 લોકો ફસાયેલા છે. રેસ્ક્યૂ કરવા માટે અમે ત્યાં 100 કર્મચારીઓ કર્મચારીઓની ટીમ લગાવવામાં આવી છે. ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ બિલ્ડિંગના ત્રીજા માળ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આગ લાગવાની ઘટનાની જેવી જ જાણકારી મળી હતી, ફાયર વિભાગની 27 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અત્યારે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલવવામાં આવી રહ્યું છે. ઇજાગ્રસ્તોને દિલ્હીની સંજય હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp