USAમાં ગેરકાયદેસર રીતે જનારા 97000 ભારતીયો કસ્ટડીમાં, આ 2 રાજ્યોના સૌથી વધુ

PC: LatestLY.com

લગભગ 97 હજાર ભારતીયોએ જાનમાલની હાનિ હોવા છતાં ખતરનાક રસ્તાઓથી અમેરિકામાં પ્રવેશ કરવાની કોશિશ કરી. જેમાં 700થી વધારે તો બાળકો છે. ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ની વચ્ચે એટલે કે 1 વર્ષમાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતા સમયે રેકોર્ડ 96,917 ભારતીયો પકડાયા હતા. આ ખુલાસો અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડાઓથી થયો છે. જેમાંથી 30,010ને કેનેડા તરફથી અમેરિકામાં ઈલલીગલ પ્રવેશ પછી પકડવામાં આવ્યા.

5 વર્ષમાં પાંચ ગણા આંકડા વધ્યા

એક વર્ષમાં લગભગ 97 હજાર ભારતીયો અમેરિકામાં ગેર કાયદેસર રીતે પ્રવેશના મામલામાં પકડાયા. અમેરિકામાં આ રીતે પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. પાછલા પાંચ વર્ષમાં આ આંકડો 5 ગણો વધ્યો છે. 2019-20માં 19,883 ભારતીયો ગેરકાયદેસર પ્રવેશના મામલામાં પકડાયા હતા. જે હવે વધીને 96,917 પર પહોંચી ગયો. એક મીડિયા રિપોર્ટમાં પોલીસ સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે આ આંકડો હજુ મોટો હોઇ શકે છે. કારણ કે બોર્ડર પર ગેરકાયદેસર રીતે પ્રવેશના મામલામાં જો એક વ્યક્તિ પકડાઇ છે તો 10 અન્ય કોઇ રીતે પ્રવેશ કરી લે છે.

ગુજરાત અને પંજાબના લોકો કરી રહ્યા છે કોશિશ

પોલીસ અધિકારી અનુસાર, અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકો ગુજરાત અને પંજાબના છે. જે અમેરિકામાં રહેવા માગે છે. જેટલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, તેમને 4 કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સિંગલ્સ, એકલા બાળકો, પરિવારની સાથે બાળકો અને આખી ફેમિલી. જેટલા લોકોને પકડવામાં આવ્યા છે, તેમાંથી 730 તો બાળકો જ છે. તો 84000 એકલા જ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

સ્થાનીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દર વર્ષે ઘણાં ભારતીય ગેરકાયદેસર પ્રવેશ કરવાની કોશિશમાં પકડાઇ જાય છે. પણ માત્ર અમુકોને જ નિર્વાસિત કરવામાં આવે છે. કારણ કે તેઓ માનવીય આધારનો હવાલો આપીને ત્યાં શરણ લેવા માગે છે. 

જણાવીએ કે, ટ્રાવેલ એજન્ટ અને સ્મગલર્સ ગેરકાયદેસર રીતે અમેરિકા જઇ રહેલા ભારતીયોનો ફાયદો સૌથી વધારે ઉઠાવે છે. તેઓ બોર્ડર પાર કરાવવા માટે ગેરકાયદેસરના પ્રવાસીઓ પાસેથી મોટી રકમ વસૂલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp