હવે આપના બીજા 4 નેતાઓ જશે જેલ, જાણો કોના કોના નામ?

PC: indiatoday.in

આમ આદમી પાર્ટી (AAP)ના વેરિષ્ઠ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારમાં શિક્ષણ મંત્રી અતિશી માર્લેનાએ મંગળવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ નીત કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય એજન્સી એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે દાવો કર્યો કે, ભાજપ તરફથી તેમને પાર્ટીમાં સામેલ થવાની ઓફર મળી છે. તેની સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ ન થવા પર તેમની ધરપકડ કરીને જેલમાં નાખી દેવામાં આવશે.

તેની સાથે જ તેમણે દાવો કર્યો કે, ED હવે તેમની સાથે સાથે સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચડ્ઢાને પણ ધરપકડ કરવામાં આવશે. આતિશી માર્લેનાએ પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે, 'ભાજપે મારા એક ખૂબ જ વ્યક્તિગત નજીકનાના માધ્યમથી મને ભાજપ જોઇન્ટ કરવા માટે અપ્રોચ કરી. મને કહેવામાં આવ્યું કે અથવા તો હું ભાજપ જોઇન્ટ કરીને પોલિટિકલ કરિયર બનાવી લઉં, નહીં તો એક મહિનામાં ED દ્વારા ધરપકડ કરી લેવામાં આવશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, ભાજપે એવી આશા વ્યક્ત કરી હતી કે, કેજરીવાલજીની ધરપકડથી આમ આદમી પાર્ટી તૂટી જશે.

આમ આદમી પાર્ટીના બધા સીનિયર લીડર જેલમાં છે, પરંતુ રામલીલા મેદાનની રેલી બાદ હવે ભાજપને લાગે છે કે આમ આદમી પાર્ટીના 4 ટોપ લીડર્સની ધરપકડ કરવી વધારે મુશ્કેલ નહોતું. ત્યારબાદ તેમના 4 મોટા નેતાઓ હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચડ્ઢાને જેલમાં નાખવામાં આવશે. તો રાઉજ એવેન્યૂ કોર્ટમાં કાલે આતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ લેવા પર આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું કે, એ બિલકુલ સંભવ છે. EDએ જે મારું અને સૌરભ ભારદ્વાજનું નામ લીધું, એ એવા આધાર પર લીધું જે દોઢ વર્ષથી ઉપસ્થિત છે.

આ નિવેદન CBIની ચાર્જશીટમાં પહેલા જ ઉપસ્થિત છે. હવે ભાજપને લાગી રહ્યું છે કે ટોપ 4 નેતાઓના જેલમાં હોવા છતા આમ આદમી પાર્ટી મજબૂતી સાથે અત્યારે પણ જમીન પર લડી રહી છે તો તેને તોડવી જોઈએ. આતિશીએ કહ્યું કે, હું આજે આ મંચના માધ્યમથી ભાજપને બતાવવા માગું છું કે, તમારી ધમકીઓથી ડરવાની નથી, અમે આમ આદમી પાર્ટીના સિપાહી અને ભગત સિંહના ચેલા છીએ. અંતિમ શ્વાસ સુધી કેજરીવાલ સાથે ઊભા રહીને દેશના લોકોની ભલાઈ માટે કામ કરતા રહશે.

આતિશી માર્લેનાના આ દાવાઓના વરિષ્ઠ ભાજપના નેતા હરીશ ખુરાનાએ કાલ્પનિક કહાની બતાવીને ખંડન કર્યું છે. તેમણે એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે, નવો દિવસ અને નવી મનોહર કહાનીઓ. આજે ભાજપની કોઈ વ્યક્તિ અપ્રોચ કરી રહી છે અને તેમને ઓફર આપી રહી છે. મારો પડકાર છે કે આતિશીજી નામ બતાવે, નહીં તો આજે ભાજપનું પ્રતિનિધિ મંડળ પોલીસ કમિશનરને મળીને ફરી એક વખત તમારી ફરિયાદ કરશે. તમે આરોપ લગાવો અને ભાગી જાવ એ નહીં ચાલે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp