જેલમાંથી સરકાર ચલાવશે કેજરીવાલ, શું તે આવું કરી શકે?

PC: livemint.com

ગત દિવસોમાં દિલ્હી આબકારીનીતિ કૌભાંડમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું સમન્સ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા બાદ રાજનીતિ ફરી એક વખત તેજ થઇ ગઇ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે આમ આદમી પાર્ટી (AAP)ના બધા ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશીએ કહ્યું કે, આ કેસમાં EDને રાજનીતિ હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આજે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી મોટી સમસ્યા આમ આદમી પાર્ટીથી છે. આ લોકો અમારા ધારાસભ્યો, સાંસદો પર નકલી કેસો કરાવી રહ્યા છે. હવે આ લોકો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાના ચક્કરમાં છે. સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે, આજની બેઠકમાં બધા ધારાસભ્યોએ પોતાની વાત રાખી અને બધાએ અરવિંદ કેજરીવાલના ખભા સાથે ખભો મળાવીને ચાલવાની વાત કહી છે.

તો આતિશીએ જણાવ્યું કે, આ લોકો ઇચ્છે તો અરવિંદ કેજરીવાલને જેલમાં નાખી દે, પરંતુ તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે. જો મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવે છે તો દિલ્હીની સરકાર જેલથી ચાલશે. અમે આ કેસમાં કોર્ટ જઇને મંજૂરી લઇશું, જેથી જેલમાં કેબિનેટની બેઠક થઇ શકે અને અધિકારી પણ જેલમાં જઇને જરૂરી કાગળો પર હસ્તાક્ષર લઇ શકે. તમે તમામ પ્રયાસો કરી લો, પરંતુ અરવિંદ કેજરીવાલ રાજીનામું નહીં આપે અને ધરપકડ થવા પર જેલમાંથી જ સરકાર ચાલશે.

તો મનીષ સિસોદિયાને જામીન ન મળવા પર સવાલ ઉઠાવતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, સુનાવણી દરમિયાન કોર્ટે EDને ઘણા સવાલ પૂછ્યા હતા. ED તેનો જવાબ પણ આપી શકતી નહોતી, પરંતુ ત્યારબાદ મનીષ સિસોદિયાને જામીન ન મળવા ખૂબ જ આશ્ચર્યજનક છે. ED અત્યાર સુધી એ બતાવી શકી નથી કે મનીષ સિસોદિયા પાસે શું મળ્યું છે? તેમની પાસે જો પૈસા આવ્યા તો ક્યાંથી આવ્યા અને હવે તે ક્યાં છે? EDને અત્યાર સુધી કંઇ મળ્યું નથી, પરંતુ ત્યારે પણ તેમને જામીન મળ્યા નથી.

જાણકારોનું માનવું છે કે નૈતિક રીતે આ ખોટું છે. પરંતુ રાજકારણમાં કંઇ પણ શક્ય છે. કેજરીવાલ આને ઇવેન્ટ બનાવવા માગે છે. પરંતુ પોલીસ અને જેલ કેન્દ્રીય ગૃહ વિભાગ હેઠળ આવે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કેજરીવાલની નૌટંકીને કેટલી ચાલવા દેશે તે મોટો સવાલ છે. એટલે જેલમાંથી સરકાર ચલાવે તે હાલ તો શક્ય દેખાતું નથી પરંતુ ઇવેન્ટ મેનેજમેન્ટ જરૂર થઇ જશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp