મુંબઈવાસી ધ્યાન આપે, બાંદ્રા-વર્લી સી લિંક પર ટોલ આટલા રૂપિયા વધ્યો

PC: motoroctane.com

મુંબઈના રાજીવ ગાંધી બાંદ્રા-વરલી 'Sea લિંક' બ્રિજ પરનો ટોલ ટેક્સ લગભગ 18 ટકા વધારવામાં આવ્યો છે. નવા દરો 1 એપ્રિલથી લાગુ થશે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC)ના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. MSRDCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કાર અને જીપ માટે વન-વે મુસાફરી માટે રૂ.100 ચાર્જ કરવામાં આવશે, જ્યારે મિનિબસ, ટેમ્પો અને તેની જેવા વાહનો માટે રૂ.160 ચાર્જ કરવામાં આવશે. અરબી સમુદ્ર પરના આ કેબલ બ્રિજ પરથી પસાર થતી ટ્રકો માટે 210 રૂપિયાની ફી વસૂલવામાં આવશે.

અત્યાર સુધી, આ આઠ લેન બ્રિજ પરથી પસાર થવા માટે એક તરફની મુસાફરીની ફી કાર અને જીપ માટે 85 રૂપિયા, મિની બસ માટે 130 રૂપિયા અને ટ્રક અને બસ માટે 175 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ દરો 1 એપ્રિલ, 2021થી લાગુ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે Sea લિંક પર ટોલ ફીના નવા દરો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે અને 31 માર્ચ, 2027 સુધી લાગુ રહેશે. Sea લિન્ક 2009માં ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

MSRDCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પુલ પરથી વારંવાર પસાર થતા મુસાફરો માટે રિટર્ન જર્ની પાસ અને ડેઈલી પાસના દરો તેમના સંબંધિત વન-વે ટોલ ચાર્જના 1.5 ગણા અને 2.5 ગણા હશે. તેમણે કહ્યું કે માસિક પાસનો ખર્ચ તેમના સંબંધિત વન-વે ટ્રાવેલ રેટ કરતા 50 ગણો થશે.

અધિકારીઓએ જણાવ્યું કે, Sea લિંકને દક્ષિણના છેડે નિર્માણાધીન મરીન ડ્રાઇવ-વરલી કોસ્ટલ રોડ અને ઉત્તર છેડે બાંદ્રા-વર્સોવા કોસ્ટલ રોડ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ તાજેતરમાં દક્ષિણ મુંબઈમાં વરલી અને મરીન ડ્રાઈવ વચ્ચે 10.5 કિલોમીટરના કોસ્ટલ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ભાગમાં હાલમાં કોઈ ફી લેવામાં આવતી નથી.

દરરોજ, મોટી સંખ્યામાં વાહનચાલકો દક્ષિણ અને ઉત્તર તરફ મુસાફરી કરવા માટે મુંબઈ શહેરમાં વરલી અને મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં બાંદ્રાને જોડતી Sea લિંકનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp