કાંવડિયાઓ પર કેમ બગડ્યા શંકરાચાર્ય, નેમપ્લેટ વિવાદ પર પણ બોલ્યા

PC: Khabarchhe.com

કાંવડ યાત્રા રુટ પર નેમપ્લેટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, આ નેમપ્લેટના કાયદાથી વધુ નુકસાન થશે. જો દુકાનનો માલિક મુસ્લિમ હશે અને ત્યાં કામ કરનારા કર્મચારીઓ હિંદુ હશે તો શું? ધર્માતરણ કરનારા પણ નામ નથી બદલતા, ત્યારે તમે શું કરશો? તેઓ કાંવડીયા પર પણ ગુસ્સે થયા હતા.

તેમણે કહ્યું હતું કે, કાંવડિયાઓને સમજાવવું જોઈએ કે શાસ્ત્ર મુજબ પવિત્રતાની જરૂરિયાત હોય છે, પરંતુ તમે તો ડીજે વગાડી રહ્યા છો. તમે તો ઉછળી રહ્યા છો અને કૂદી રહ્યા છો. આવી પરિસ્થિતિમાં કાંવડિયાઓમાં ધાર્મિક ભાવના કંઈ રીતે આવશે. અમને એવું લાગે છે કે, આ પ્રકારનો નિયમ બનાવવાથી વિદ્ધેષ ફેલાશે. તમે જ્યારે હિન્દુ-મુસલમાનની ભાવના તેજ કરશો તો લોકોમાં ભેદ આવી જશે. દરેક સમયે તેઓ વસ્તુઓને હિન્દુ-મુસલમાનની દૃષ્ટિથી જોશે અને તેમનામાં કડવાડટ આવશે અને ટકરાવ ઉભો થશે.

શંકરાચાર્યએ વધુમાં કહ્યું હતું કે, ઘણા હિન્દુઓ એવું કહેશે કે જુઓ ફરી હું એ લોકો વિરુદ્ધ વાત કરી રહ્યો છું, પણ હું જે કહી રહ્યો છું એ સત્ય છે. આખરે આપણે એ કેવી રીતે કહી દઈએ કે આ બરાબર છે?

ફરજિયાત નેમપ્લેટ લગાવવાના આદેશ પર તેમણે કહ્યું કે, જેણે આ નિયમ અચાનક લાગૂ કર્યો છે, ક્યાંક ને ક્યાંક રાજનીતિ તેમના મનમાં છે, જે તેમને સમજાવી રહ્યા છે તે પણ તો રાજનીતિ કરી રહ્યા છે. વહેચવાનું કામ બંને કરી રહ્યા છે. વિપક્ષને આગળ  આવવું જોઈએ. આવી સ્થિતિને સંભાળવી કોઈએ નથી. બધાન બસ મગજમાં ઝેર નાખવું છે. આ વહેચો અને રાજ કરોની નીતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp