અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય તો દુરની વાત પોતે બ્રાહ્મણ પણ નથી, આ સંતનો દાવો
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે અને દેશભરના લોકોમાં ઉત્સાહ છે. તો બીજી તરફ શંકરાચાર્યોમાં પણ અયોધ્યા જવા ન જવા વિશેનો વિવાદ ચાલી રહ્યો છે.
જ્યોર્તિર પીઠના શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ તેમનો એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વિશે તેમણે કહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક સંત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા પોતાને શંકરાચાર્ય ગણાવતા કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સહિત ચાર શંકરાચાર્યોને શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું નથી. ચારેય શંકરાચાર્ય આ સમારોહમાં હાજરી આપવાના નથી.
વાસુદેવાનંદ સરસ્વતીએ દાવો કર્યો છે કે અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય તો દુરની વાત, પરંતુ પોતે બ્રાહ્મણ પણ નથી. વાસુદેવાનંદ સરસ્વતીએ કહ્યું કે, હું તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાનો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp