ભોજન પહેલા કે પછી ચા અને કોફી પીતા હોવ તો સાવધાન, ICMRએ જાહેર કરી એડવાઇઝરી
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ હાલમાં જ ભારતીયો માટે 17 આહારના સૂચનનો એક સેટ જાહેર કર્યો છે. આ સૂચન હેલ્ધી લાઈફ સાથે સાથે બેલેન્સ અને ઘણા પ્રકારના આહાર પર ભાર આપે છે. એવામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN) અનુસંધાન વિંગની મેડિકલ પેનલે એક એડવાઇઝરી જાહેર કરી છે. એ એડવાઇઝરીમાં એમ કહેવામાં આવ્યું છે કે ચા અને કોફીનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ.
ભારતમાં મોટા ભાગના લોકો ચા પીવાનું પસંદ કરે છે. ઘણા લોકોને ચા ન મળવા પર તેમને માથાનું દુઃખાવા જેવી પરેશાની પણ થવા લાગે છે. ભારતમાં અડધાથી વધુ વસ્તી ચા અને કોફીનું સેવન કરે છે. એવામાં ICMRએ લોકોને ભોજન કરવાના બરાબર પહેલા કે પછી તેનું સેવન ન કરવાની ચેતવણી આપી છે. ICMRના સંશોધનકર્તાઓએ લખ્યું કે, 'ચા અને કોફીમાં કેફીન હોય છે, જે કેન્દ્રીય તંત્રિકા તંત્રને ઉત્તેજિત કરે છે અને શારીરિક નિર્ભરતા ઉત્પન્ન કરે છે.
જો કે, તેણે લોકોને ચા અને કોફીથી પૂરી રીતે દૂર રહેવા કહ્યું નથી, પરંતુ ભારતીયોને આ પેય પદાર્થોમાં પ્રેઝન્ટ કેફીનની માત્રાથી સાવધાન રહેવાની સલાહ આપી છે. એક કપ (150 મિલી) બ્રૂડ કોફીમાં 80-120 મિલિગ્રામ કેફીન હોય છે. ઇન્સટેન્ટ કોફીમાં 50-65 મિલિગ્રામ અને ચામાં 30-65 મિલિગ્રામ કેફીન હોય છે. તેમણે લખ્યું કે, ચા અને કોફીના સેવનમાં સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. જેથી કેફીનનું સેવન કરવાની સહનીય સીમા (300 મિલિગ્રામ/દિવસ)થી વધુ ન હોય.
આ વાત ICMRના સંશોધનકર્તાઓએ એક વ્યક્તિ માટે કેફીનની દૈનિક સીમા બતાવતા લખ્યું છે. તેની સાથે જ તેણે લોકોને ભોજનથી ઓછામાં ઓછા એક કલાક અગાઉ અને પછી કોફી અને ચા પીતા બચવા કહ્યું છે. તેનું કારણ એ છે કે આ પેય પદાર્થોમાં ટેનિન નામનું યૌગિક હોય છે. જ્યારે લોકો તેનું સેવન કરે છે તો શરીરમાં જે આયરન મળે છે. ટેનિન તેને ઓછું કરી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp