અયોધ્યા ચૂકાદોઃ 93 વર્ષના આ વકીલે 40 વર્ષ સુધી લડી રામલલાની લડાઈ

PC: news18.com

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બેંચે નિર્ણય સંભળાવી દીધો છે. અયોધ્યા ચુકાદામાં મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે 5 એકરની અલગથી જમીનની ફાળવણી કરવામાં આવશે. મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે. 5 જજોની સંમતિથી અયોધ્યા વિવાદનો નિર્ણય લેવામાં આવ્યો. સાથે જ કોર્ટે ચોખવટ કરી કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવશે. તો નિર્મોહી અખાડાના દાવાને કોર્ટે ફગાવી દીધા છે. આ મામલમાં 93 વર્ષના એક વ્યક્તિનો પણ ફાળો રહ્યો છે.

વરિષ્ઠ વકીલ કે.પારાસરને હિંદુ પક્ષ તરફથી દલીલો રજૂ કરી હતી. પૂર્વ અર્ટની જનરલ રહી ચૂકેલા પારાસરન લાંબા સમયથી અયોધ્યા વિવાદ મામલે હિંદૂ પક્ષ તરફથી દલીલો કોર્ટમાં રજૂ કરતા હતાં.

પારાસરનની ટીમઃ

તેમની ટીમમાં વકીલ પીવી યોગેશ્વરન, અનિરુદ્ધ શર્માસ શ્રીધર પોટ્ટારાજૂ, અદિતિ દાની, અશ્વિન કુમાર અને ભક્તિ વર્ધન સિંહનો સમાવેશ થાય છે.

કોર્ટમાં રાજીવ ધવનની સામે હતાઃ

ટીમના સભ્યો કહે છે, તેઓ આ કેસ સાથે એટલા ઉંડાણ રીતે જોડાયેલા હતા કે તેમને અયોધ્યા મામલાથી જોડાયેલી મહત્વની તારીખો હજુ પણ યાદ છે. કઈ તારીખે કઈ ઘટના બનેલી, તે બધું જ તેમને યાદ છે.

અયોધ્યાની સુનાવણીમાં પારાસરનનો સામનો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન જોડે હતો. 16 ઓક્ટોબરે જ્યારે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂરી થઈ ત્યારે પારાસરને રાહ જોઈને રાજીવ ધવન જોડે મુલાકાત કરી હતી. બંનેએ કેસને લઈને વાતો કરેલી અને સાથે તસવીર પણ લીધી હતી. તેમણે એ સંદેશો આપવાની કોશિશ કરી કે, વકીલ કોર્ટરુમમાં ભલે એકબીજાની વિરુદ્ધ લડતા હોય, પણ દેશે જાણવું જોઈએ કે તેઓ  અસલમાં તો એકબીજાની વિરુદ્ધ નથી હોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp