40 મિનિટ સુધી ચાલશે અનુષ્ઠાન, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શું શું થશે, જાણો અહી

PC: ndtv.com

નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં મૈસુરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા નિર્મિત પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ જાહેરાત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કરી છે. તેઓ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના રામઘાટ સ્થિત મંદિર નિર્માણ કાર્યશાળામાં સંવાદદાતાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમને જણાવ્યું કે, ટ્રસ્ટના સભ્યોએ સામાન્ય સહમતીથી અરુણ યોગીરાજ દ્વારા નિર્મિત પ્રતિમા પસંદ કરી. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે અરુણ યોગીરાજની કલાના વખાણ પણ કર્યા અને યાદ અપાવ્યું કે, યોગીરાજ કેદારનાથમાં સ્થાપિત શંકરાચાર્ય તેમજ દિલ્હીના ઈન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાસ ચંદ્ર બોસની પ્રતિમા નિર્મિત કરીને પહેલાથી જ મૂર્તિકારના રૂપમાં સ્થાપિત છે.

ટ્રસ્ટના મહાસચિવે સ્પષ્ટ કર્યું કે, રામલલાના વિગ્રહનું પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન તો મંગળવારથી જ શરૂ થઈ રહ્યું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠાનું મુખ્ય પૂજન 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:20 થી 1:00 વાગ્યા સુધી ચાલશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન સહિત સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ઉદ્વબોધન પણ હશે. ચંપત રાય મુજબ તેને ભાષણ કે ઉદ્વબોધન કહેવું ઉચિત નહીં હોય, પરંતુ આ ઐતિહાસિક અવસર પર વડાપ્રધાન સહિત અન્ય વિશિષ્ટ લોકો પોતાના મનોભાવ પ્રકટ કરશે. જ્યારે તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ આશીર્વચન આપશે.

ચંપત રાયે જણાવ્યું ક, 22 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં રામલલાના વિગ્રહની સ્થાપના સાથે જોડાયેલી તૈયારીઓને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક ગર્ભગૃહમાં બિરાજેલા રામલલાનું દર્શન 21 અને 22 જાન્યુઆરીએ બંધ રાખવામાં આવનાર યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ દરમિયાન રામલલાની નિયમિત પૂજા-આરતી અને ભોગ રાગનો ક્રમ હંમેશાંની જેમ ચાલશે. 18 તારીખે ગર્ભગૃહમાં પોતાના સ્થાન પર રામલલાની પ્રતિમા સ્થાપિત કરી દેવામાં આવશે, પરંતુ સ્થાપનાની પ્રક્રિયા પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનના રૂપમાં ચાલતી રહેશે અને 22 જાન્યુઆરીના રોજ 1:00 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ સાથે સ્થાપનાની પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ જ નવા ગર્ભગૃહમાં રામલલાનું દર્શન-પૂજન શરૂ થઈ શકશે.

પ્રાણ પ્રતિષ્ઠાની અપૂર્વ બેલામાં વિભિન્ન પ્રાંતોના પ્રતિનિધિ વાદ્યોનું વાદન હશે. તેમાં ઉત્તર પ્રદેશના પખાવજ, વાંસળી અને ઢોલ, કર્ણાટકની વિણા, મહારાષ્ટ્રની સુંદરી, પંજાબનું અલગોજા, ઓરિસ્સાનું મર્દલ, મધ્ય પ્રદેશનું સંતૂર, મણિપુરનું પૂંગ, આસામના નગાડા, છત્તીસગઢનો તંબૂરો, બિહારનું પખાવજ, દિલ્હીની શરણાઈ, રાજસ્થાનનું રાવણ હત્થા, પશ્ચિમ બંગાળનું સરોદ અને શ્રીખોલ, આંધ્ર પ્રદેશનું ઘટમ, ઝારખંડનું સિતાર, ગુજરાતનું સંતાર, તામિલનાડુનું નાગસ્વરમ, તવિલ અને મૃદંગમ તેમજ ઉત્તરાખંડનું હુડકા સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp