રામંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા યોગીએ અયોધ્યા સ્ટેશનનું નામ બદલી નાંખ્યું

PC: thehindu.com

30 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનારા રેલવે સ્ટેશન અને એરપોર્ટના ઉદ્વઘાટન અગાઉ રેલવેએ અયોધ્યા જંક્શનનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. આ રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ જંક્શનના નામથી ઓળખાશે. ગત દિવસોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રેલવે સ્ટેશનના નિરીક્ષણ બાદ રેલવેએ આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગત દિવસોમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ઇન્ટરનેશનલ સ્તરના બનેલા આ સ્ટેશનની વ્યવસ્થાઓને જોવા માટે મુખ્યમંત્રી યોગી જંક્શન પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે રેલવેના ઘણા મોટા અધિકારી હતા.

નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રેલવેના અધિકારીઓ સામે અયોધ્યા જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંક્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રેલવેએ મુખ્યમંત્રી યોગીની ઇચ્છાને ધ્યાનમાં રાખીને બુધવારે આ નિર્ણય લીધો અને જંક્શનનું નામ બદલીને અયોધ્યા ધામ જંક્શન કરી દીધું. 22 જાન્યુઆરીના રોજ રામ નગરી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં પર પ્રતિષ્ઠા થવાની છે. તેને જોતા રેલવે સ્ટેશનથી લઈને એરપોર્ટ સુધી તૈયારીઓ ચાલી રહી છે.

અયોધ્યાથી ભાજપના સાંસદ લલ્લુ સિંહે X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, 'અયોધ્યા જંક્શન’ થયું "અયોધ્યા ધામ" જંક્શન. ભારતના યશસ્વી મા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં નવનિર્મિત ભવ્ય અયોધ્યા રેલવે સ્ટેશનના અયોધ્યા જંક્શનનું નામ, જનભાવનાઓની અપેક્ષા મુજબ, પરિવર્તિત કરીને #અયોધ્યા_ધામ_જંક્શન કરી દેવામાં આવ્યું છે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા જશે. તેઓ અયોધ્યામાં લગભગ સાઢા ત્રણ કલાક વિતાવશે.

30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા ફેઝનું ઉદ્વઘાટન કરશે. એ જ દિવસે વડાપ્રધાન અયોધ્યા રેલવે સ્ટેશનનના નવા ભવનનું પણ લોકાર્પણ કરશે. અધિકારીઓ મુજબ, વડાપ્રધાન લગભગ 3,000 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને એટલા જ ખર્ચની અન્ય યોજનાઓનો શિલાન્યાસ કરશે. લોકાર્પણ સમારોહ બાદ વડાપ્રધાન એરપોર્ટ પાસે જ એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. મહાનગર અધ્યક્ષ કમલેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, કાર્યકર્તા ઘેર ઘેર સંપર્ક કરીને વડાપ્રધાનનું અભિનંદન કરવાની અપીલ કરી રહ્યા છે. અમે આખા નગરને ભાજપમય રામમય કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp