રામ મંદિરના પૂજારીઓનો ડ્રેસ ભગવામાંથી પીળો થયો, હવે મોબાઈલ પણ... જાણો નવા નિયમ
અયોધ્યાના રામ મંદિરની વ્યવસ્થામાં બદલાવ થયો છે. હવે મંદિરના પૂજારીઓનો ડ્રેસ બદલાઈ ગયો છે. પૂજારીઓનો ડ્રેસ હવે ભગવામાંથી પીળો થઈ ગયો છે. એ સિવાય મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એ સિવાય અન્ય પણ ઘણા નિયમ બદલાઈ ગયા છે. ચાલો આ આર્ટિકલમાં જાણીએ એ બાબતે.
રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ મુજબ, રામલલાના મંદિરના પૂજારીઓના પોશાકમાં બદલાવ થયો છે અને તેમના મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી ગર્ભગૃહમાં પૂજારી ભગવા વસ્ત્રમાં નજરે પડતા હતા. તેઓ ભગવા પાઘડી, ભગવો કુર્તો અને ધોતી પહેરતા હતા, પરંતુ હવે પૂજારીઓએ એ રંગના કુર્તા અને પાઘડી સાથે પીળી (પીતાંબર) ધોતી પહેરવાની શરૂ કરી દીધી છે. મંદિર અધિકારીઓ મુજબ, નવો ડ્રેસ કોડ 1 જુલાઈથી લાગૂ થઈ ગયો છે.
નવા પૂજારીઓને પીળી પાઘડી બાંધવાની તાલીમ આપવામાં આવી છે. ચૌબંદી કુર્તામાં બટન હોતા નથી અને તેને બાંધવા માટે દોરાનો ઉપેગ કરવામાં આવે છે. પીળા રંગની ધોતી, સુતરાઉ કાપડનો એક ટુકડો કમરની ચારેય તરફ બાંધવામાં આવે છે જે ઘૂંટી સુધી પગને ઢાંકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરના મુખ્ય પૂજારી સાથે 4 સહાયક પૂજારી છે. દરેક સહાયક પૂજારી સાથે 5 પ્રશિક્ષિત પૂજારી પણ રાખવામાં આવ્યા છે. આ પૂજારીઓની દરેક ટીમ સવારે 3:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા વચ્ચે 5 કલાકની શિફ્ટમાં પોતાની સેવાઓ આપે છે. પૂજારીઓને પણ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ભારતીય ધર્મમાં પીળા રંગનું વિશેષ મહત્ત્વ છે. શુભ કામોમાં પીળા અને ભગવા રંગનો જ ઉપયોગ કરવામાં આવે છે. એવામાં જાવે રામ મંદિરના પૂજારી પણ પીળા વસ્ત્રોમાં નજરે પડશે. આ નવા ડ્રેસ કોડ માટે પૂજારીઓને વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે 5 ઓગસ્ટે જ્યારે રામ મંદિરનું શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પુલ રંગનો જ કુર્તો પહેર્યો હતો. જો કે, ત્યાં ઉપસ્થિત પૂજારી ભગવા રંગના વસ્ત્રમાં ઉપસ્થિત હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp