રામલલાને મહિનામાં લગભગ 3550 કરોડનું મળ્યું દાન, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી

PC: twitter.com

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્વઘાટન થઈ ગયું છે. પ્રભુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ મોટી સંખ્યામાં ભક્ત અયોધ્યા પહોંચી રહ્યા છે. દેશ વિદેશથી રામભક્તોએ રામલલા પર પૈસાઓનો વરસાદ કરી દીધો છે. રામલલાને માત્ર એક મહિના દરમિયાન લગભગ 3,550 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે, રામ મંદિરના ભૂમિ પૂજન બાદ જે નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, એ એક મહિનાના અભિયાનમાં લગભગ 3,550 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે.

કુલ મળીને 4,500 કરોડ રૂપિયાની ધનરાશિ આવી ચૂકી હતી. તેનાથી મંદિરના મધ્યમાં જે ખર્ચ થઈ રહ્યો હતો અને હવે રામલલા બિરાજમાન થઈ ગયા છે, ત્યારબાદ શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી ગઈ છે. પ્રકાશ ગુપ્તા મુજબ, પહેલા અયોધ્યામાં 20 હજારની આસપાસ શ્રદ્ધાળુઓની સંખ્યા રામલલાના દર્શન માટે આવતા હતા, પરંતુ હવે મંદિરના ઉદ્વઘાટન બાદ અહી આવતા ભક્તોની સંખ્યા 10 ગણી વધી ગઈ છે. ભક્તોની સંખ્યા વધવા સાથે સાથે રામ મંદિરને મળતી દાનની રકમમાં પણ ખૂબ વધારો થયો છે.

રામલલાના ભક્તોએ હંમેશાં દિલ ખોલીને દાન કર્યું છે. રામ મંદિર માટે દેશથી જ નહીં, વિદેશોથી પર ખૂબ ફંડ મળી રહ્યું છે. પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે, દિલ્હીમાં અમારી ઓફિસ છે. NRIની બેંક છે. વિદેશોના બધા પૈસા ત્યાં આવે છે. ત્યાં જ સ્ટેટમેન્ટ પણ બને છે અને જે કાઉન્ટર પર દાન લેવામાં આવી રહ્યું છે. તેનું રસીદ ઓનલાઇન આપવામાં આવે છે. બાળ શ્રીરામ લાલા લગભગ 4,500 કરોડની અખૂટ સંપત્તિના માલિક બની ગયા છે. બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા દિવસે જ રામલલાને 3 કરોડ 17 લાખનું દાન મળ્યું છે અને રોજ 10-15 લાખ રૂપિયાનું દાન મળી રહ્યું છે.

તો પટનાના મહાવીર મંદિર તરફથી રામ મંદિર માટે 10 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે. મહાવીર મંદિરે વર્ષ 2020, 2021, 2022, 2023 અને વર્ષ 2024માં રામ મંદિર માટે 2-2 કરોડ રૂપિયા કરીને દાન કર્યા છે. એ કોઈ ધાર્મિક સંસ્થા તરફથી આપવામાં આવેલું સૌથી મોટું દાન છે. મહાવીર મંદિર તરફથી સોનાના ધનુષ-બાણની ભેટ આપવામાં આવી છે. આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોતાના ભક્તો તરફથી રામ મંદિર ટ્રસ્ટને 11 કરોડની રકમ સમર્પિત કરી છે. હીરાના વેપારી ગોવિંદભાઇ ધોળકિયા પણ 11 કરોડ રૂપિયાનું દાન આપી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp