અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય લોકો આ તારીખથી કરી શકશે રામલલાના દર્શન
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલુ છે, 22 તારીખે રામલલા વિરાજમાન થવાના છે. ભક્તો રામલલાના દર્શન કરવા આતૂર છે, પરંતુ PM મોદીએ પણ અપીલ કરી છે કે 22 તારીખે જેમને નિમંત્રણ નથી મળ્યું, તેઓ અયોધ્યા આવે નહીં. પરંતુ ભક્તોને સવાલ હતો કે તેઓ ક્યારે રામલલાના દર્શન કરી શકશે, જેના વિશે મંદિરના ટ્રસ્ટી ચંપત રાયે માહિતી આપી દીધી છે. ચંપત રાયે જણાવ્યું હતું કે, રામ મંદિર સામાન્ય જનતા માટે 23 જાન્યુઆરીથી ખૂલશે. 23 જાન્યુઆરીથી જે પણ લોકો આવશે, તેઓ ભગવાન રામના દર્શન કરી શકશે.
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મોહન ભાગવતે કહ્યું હતું કે, મંદિર બનવું આનંદની વાત છે, પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને ધ્યાન રાખવું પડશે કે જે સંઘર્ષને કારણે આ સપનું પૂરું થઈ રહ્યું છે, તે સંઘર્ષ ભવિષ્યમાં પણ ચાલુ રહેવો જોઈએ, જેથી લક્ષ્ય મળી જાય.
અયોધ્યામાં જયારે રામ મંદિરના નિર્માણની શરૂઆતનો તબક્કો હતો ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને સપનેય ખ્યાલ નહોતો કે દેશના લોકો આટલા મોટા દાનની સરવાણી વહાવી દેશે. લોકો પાસેથી ફંડ મેળવીને મંદિર બનાવવાનું નક્કી થયું હતું.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે એવો અંદાજ રાખ્યો હતો કે, દેશના 11 કરોડ લોકો પાસેથી લગભગ 900 કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઇ શકશે, પરંતુ ટ્રસ્ટના અંદાજ કરતા 4 ગણી વધારે રકમ ભેગી થઇ ગઇ. લોકોએ 3200 કરોડ રૂપિયાનું દાન આપી દીધું હતું.
ટ્રસ્ટે આ દાનની રકમને બેંકોમાં ફિક્સ ડિપોઝીટમાં મુકી દીધી હતી અને એના વ્યાજમાંથીજ રામ મંદિરનો પહેલો માળ બની ગયો હતો.
ટ્રસ્ટે કહ્યું છે કે રામ મંદિરનું સંપૂર્ણ કામ લગભગ 2026-27માં પુરુ થશે અને બાકીની રકમ મંદિરના પરિસરમાં હોસ્પિટલ, વિશ્રામ ગૃહ, ભોજન શાળા, ગૌશાળા વગેરે માટે વપરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp