રામ મંદિરનો કેસ લડનારા વકીલે કહ્યું- અયોધ્યાનું કામ પૂરું હવે 2029 પહેલા...
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જે જરૂરી હતું તે કામ પુરુ થઇ ગયું છે અને હવે 2029 પહેલાં મથુરા અને કાશી મંદિર ટાર્ગેટ છે એમ અયોધ્યા મંદિરનો કેસ લડનારા વકિલ હરિ શંકરે મીડિયા સાથેની વાતમાં નિવેદન આપ્યું છે.
આવતીકાલે 22મી જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે પ્રતિષ્ઠા કાર્યક્રમનો પ્રારંભ થશે. આ પહેલા દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રવિવારે દિલ્હીથી અયોધ્યા જતા વિમાનમાં અયોધ્યા, કાશી-વિશ્વનાથ કેસના વકીલ હરિ શંકર જૈન પણ હાજર હતા. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરન્યૂમાં તેમણે કહ્યું કે અયોધ્યા બાદ કાશી-મથુરામાં પણ 2029 સુધીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
વકીલ હરિ શંકર જૈને કહ્યુ કે હવે હિંદુઓની ભાવના ઉગ્ર થઇ ચૂકી છે અને જે મંદિરો તોડવામાં આવ્યા છે એ બધાનું નિર્માણ આવનારા દિવસોમાં કરવામાં આવશે. રામ મંદિર આંદોલન સાથે પણ જોડાયેલા વકીલ હરી શંકરે એક સવાલના જવાબમાં કહ્યું કે, RSSનું કામ હિંદુ ભાવનાઓને ઠંડી કરવાનું છેસ પરંતુ હિંદુ ભાવનાઓ ઉગ્ર બની છે. આ સાથે મુસ્લિમોના અત્યાચારો શાંત થઈ રહ્યા છે.
હરિશંકર જૈને કહ્યું કે એક પછી એક તમામ મંદિરોનું નિર્માણ કરવામાં આવશે. તે જે રીતે તૂટી ગયા હતા તે જ રીતે તે પાછા બનશે. તેમણે કહ્યું કે તેઓ કાશી અને મથુરામાં મંદિર આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની પાસે હજુ પણ આવા 16 કેસ છે જેના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. RSSના એક નિવેદન અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું કે સંઘે તેને રોક્યું નથી. સંઘના આશીર્વાદ અમારી સાથે છે. આ દેશમાં જે હિંદુ ઉત્થાન થઈ રહ્યું છે તેને રોકવાવાળું કોઈ નથી.
કાશીમાં મંદિર નિર્માણની સમયરેખા અને તારીખના પ્રશ્ન પર વકીલ હરિ શંકર જૈને કહ્યું કે તેના માટે કોઈ નિશ્ચિત સમય નથી. તે સામે આવી જાય છે. તેમણે કહ્યું કે 2029 પહેલા કાશી અને મથુરામાં મંદિરોનો શિલાન્યાસ અને ઉદઘાટન PM મોદીના હસ્તે જ થશે.
જ્યારે વકીલ હરિ શંકરને પૂછવામાં આવ્યું કે આ કેવી રીતે શક્ય છે? હરિશંકર જૈને કહ્યું કે અમારી પાસે શોર્ય છે, અમે કાશી અને મથુરાને પણ ફરી બનાવીશુ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ અંગે સરકાર તરફથી કોઈ સંકેત મળ્યો છે? તેમણે કહ્યું કે, મેં ક્યારેય સરકાર સાથે મળીને કોઈ કામ કર્યું નથી. તમામ કામ મેં જાતે જ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp