રામ મંદિરને દાનમાં મળ્યા 25 કરોડ રૂપિયા, 25kg સોનુ-ચાંદી,ઓનલાઇનનો તો હિસાબ જ નહિ

PC: twitter.com

અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના લગભગ એક મહિના બાદ રામ મંદિર ટ્રસ્ટને કરોડો રૂપિયા દાનમાં મળ્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધિકારીઓએ શનિવારે તેની જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે, 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક મહિનામાં નવનિર્મિત રામ મંદિરને 25 કિલોગ્રામ સોના અને ચાંદીના ઘરેણાં સહિત લગભગ 25 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ આ જાણકારી આપી છે.

તેમણે કહ્યું કે, 25 કરોડ રૂપિયાની રકમમાં ચેક, ડ્રાફ્ટ અને રામ મંદિર ટ્રસ્ટના કાર્યાલયમાં જમા કરાવવામાં આવેલી રોકડ સાથે સાથે દાન પેટીઓમાં જમા રકમ પણ સામેલ છે. જો કે, તેમાં ટ્રસ્ટના બેંક ખાતાઓમાં સીધી કરવામાં આવેલી લેવડ-દેવડની જાણકારી નથી. પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે, 23 જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ લગભગ 60 લાખ શ્રદ્ધાળુ દર્શન કરી ચૂક્યા છે. રામ ભક્તોની ભક્તિ એવી છે કે તેઓ રામલલા માટે સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ દાન કરી રહ્યા છે, જેનો ઉપયોગ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નહીં કરી શકાય.

એ છતા ભક્તોની ભક્તિ જોતા રામ મંદિર ટ્રસ્ટ સોના-ચાંદીથી બનેલા ઘરેણાં, વાસણ પણ સ્વીકારી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મંદિર ટ્રસ્ટને રામનવમી ઉત્સવના દિવસોમાં દાનમાં વધારો થાય તેવી આશા છે. એ દિવસે લગભગ 50 લાખ ભક્ત અયોધ્યામાં ઉપસ્થિત રહેશે. ભારતીય સ્ટેટ બેંક (SBI)એ રામ નવમી દરમિયાન રોકડની ભારે આવક અને અપેક્ષિત ચઢાવાને નિયંત્રિત કરવા માટે રામ જન્મભૂમિ પર 4 સ્વચાલિત ઉચ્ચ ટેક્નિકની ગણતરી માટેની મશીનો મૂકી છે.

તેમણે કહ્યું કે, ટ્રસ્ટ દ્વારા રસીદો જાહેર કરવા માટે એક ડઝન કમ્પ્યુટરિકૃત અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે અને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં વધારે દાન પેટીઓ રાખવામાં આવી રહી છે. જલદી જ રામ મંદિર પરિસરમાં એક મોટો અને સૂસજ્જિત અકાઉન્ટ રૂમ બનાવવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું કે રામલલાને ઉપહારના રૂપમાં મળેલા સોના ચાંદીના ઘરેણાં અને બહુમૂલ્ય, તેમાં પિગાળવા અને સંભાળની જવાબદારી ભારત સરકારની તકસાલને સોંપવામાં આવી છે. મિશ્રાએ કહ્યું કે, તેની સાથે જ SBI અને ટ્રસ્ટ વચ્ચે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. SBI દાન, પ્રસાદ, ચેક, ડ્રાફ્ટ અને રોકડ એકત્ર કરવા અને તેને બેંકમાં જમા કરવાની પૂરી જવાબદારી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp