બાબરી કેસના પક્ષકાર ઇકબાલ અંસારીએ પ્રધાનમંત્રી મોદીના કાફલા પર ફુલોની વર્ષા કરી

PC: lokmattimes.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યામાં એરપોર્ટના ઉદઘાટન માટે પહોંચ્યા હતા અને તેમનો રોડ શો થયો હતો ત્યારે એક દ્રશ્ય જોઇને બધા ચોંકી ઉઠ્યા હતા.અયોધ્યા કેસનો જે વિરોધ કરી રહ્યા હતા અને બાબરી મસ્જિદ કેસના મુખ્ય પક્ષકાર હતા તેવા ઇકબાલ અંસારી PMના કાફલા પર ફુલોનો વરસાદ કરી રહ્યા હતા. 

બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારી અને મુસ્લિમ સમુદાયના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પર ફૂલોની વર્ષા કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યા દરેકને સંદેશ આપે છે, અહીં હિંદુ અને મુસ્લિમ બધા સાથે રહે છે અને એકબીજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા ત્યારે એરપોર્ટથી નીકળ્યા બાદ તેમનો રોડ શો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોએ તેમનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું. રસ્તાની બંને બાજુ લોકોના ટોળા એકઠા થયા હતા અને દરેક વ્યક્તિ પોતાના વડાપ્રધાનની એક ઝલક મેળવવા આતુર જણાતા હતા. આ દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું.બાબરી કેસના પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારી PM મોદીના કાફલા પર ગુલાબના ફૂલ વરસાવતા દેખાયા હતા.

જ્યારે મીડિયાએ ઇકબાલ અંસારીને આના વિશે પુછ્યું તો તેમણે કહ્યુ કે,અયોધ્યા દરેકને સંદેશ આપે છે, અહીં હિન્દુ અને મુસ્લિમ બધા સાથે રહે છે અને એકબીજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.

ઇકબાલ અંસારી બાબરી કેસમાં પક્ષકાર હતા અને મંદિર માટે આ જમીન આપવાના વિરોધમાં હતા. તે આ માટે કોર્ટમાં કેસ લડી રહ્યા હતા.પરંતુ આજે જ્યારે વડાપ્રધાન રોડ શોનો કાફલો આગળ વધી રહ્યો હતો ત્યારે તેઓ PM મોદી પર ફૂલ વરસાવતા જોવા મળ્યા હતા. કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ઈકબાલ અંસારી ચહેરા તરીકે આગળ આવ્યા હતા.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2020માં રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા પહોંચ્યા હતા, ત્યારે બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ઈકબાલ અંસારીને ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તે વખતે આમંત્રણ મળ્યા બાદ ઈકબાલ અંસારીએ કહ્યું હતું કે હું ચોક્કસ કાર્યક્રમમાં જઈશ. તેમણે કહ્યું કે અમને ભગવાન રામની ઈચ્છા મુજબ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં ગંગા-જામુની સંસ્કૃતિ અકબંધ છે. હું હંમેશા મઠો અને મંદિરોની મુલાકાત લેતો આવ્યો છું. જો મને કાર્ડ મળશે, તો હું ચોક્કસ જઈશ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp