મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદમાંથી ઉંદરના બચ્ચા મળ્યા?
તિરુપતિ બાલાજી મંદિરના લાડુ પ્રસાદનો વિવાદ દેશભરમાં હજુ ચર્ચાને ચકડોળે છે એવા સમયે મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધી વિનાયક મંદિરના પ્રસાદમાંથી ઉંદરના બચ્ચા મળ્યા હોવાના અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
NDTVના એક રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઇના સિદ્ધી વિનાયક મંદિરમાં જે કેરેટમાં પ્રસાદ રાખવામાં આવ્યો છે તે કેરેટ કતરાયેલું છે અને પ્રસાદના પડીકા સાથે ઉંદરના બચ્ચા જોવા મળી રહ્યા છે. આ દાવાથી ભારે ખળભળાટ મચી જવાને કારણે સિદ્ધી વિનાયક મંદિર ટ્રસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટ્રસ્ટના ચેરમેન સદા સર્વકરે કહ્યુ કે, આ વીડિયો અમારા સિદ્ધી વિનાયક મંદિરનો નથી. અમે દરેક વસ્તુઓનું લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરાવીએ છીએ. પાણી પણ ટેસ્ટ કરાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp