મણિપુરમાં ફરી બગડી સ્થિતિ, ગોળીબાર થયો, ભીડે હથિયારો લૂટ્યા

PC: indiatodayne.in

મણિપુરમાં સ્થિતિ ફરી એક વખત બગડી ગઈ છે. રાજ્યના બિષ્ણુપુર સહિત ઘણી જગ્યાઓ પર ગોળીબારી બાદ સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. અનિયંત્રિત ભીડની સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ પણ થયું છે. મણિપુર પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, સુરક્ષાબળોએ 7 ગેરકાયદેસર બન્કરોને નષ્ટ કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અનિયંત્રિત ભીડે બિષ્ણુપુર જિલ્લામાં બીજી IRB યુનિટની ચોકીઓ પર હુમલો કર્યો અને ગોળા-બારૂદ સહિત ઘણા હથિયાર લૂંટી લઈ ગયા. મણિપુર પોલીસે જણાવ્યું કે, ભીડે મણિપુર રાઈફલ્સની બીજી અને 7 TU બટાલિયન પાસેથી હથિયાર અને ગોળા-બારૂદ છીનવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષાબળોએ ભગાવી દીધા.

આ દરમિયાન સુરક્ષા બળો અને ઉપદ્રવીઓ વચ્ચે ગોળીબારી પણ થઈ, જેમાં ઘણા સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા. સુરક્ષાબળોએ ઉપદ્રવીઓ પર જવાબી કાર્યવાહી પણ કરી. મણિપુર પોલીસનું કહેવું છે કે સ્થિતિ ફરીથી બેકાબૂ થઈ ગઈ છે. હથિયાર અને ગોળા-બારૂદ લૂંટવામાં આવ્યા છે. આ અગાઉ બિષ્ણુપુરમાં સુરક્ષાબળો અને ઉપદ્રવીઓ વચ્ચે ગુરૂવારની સાંજે હિંસક ઘર્ષણ થયું હતું. સ્થિતિને કાબૂ કરવા માટે સુરક્ષાબળોને હવાઈ ફાયરિંગ સાથે ટીયર ગેસ છોડવા પડ્યા. તેની સાથે જ મણિપુરના ઇમ્ફાલ અને પશ્ચિમી ઇમ્ફાલ જિલ્લામાં કર્ફ્યૂમાં આપવામાં આવેલી ઢીલ પરત લઈ લેવામાં આવી.

બિષ્ણુપુરમાં એક બફર ઝોન બનાવવામાં આવ્યો છે. મેતેઈ પ્રદર્શનકારી મહિલાઓ આ બફર ઝોનને પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન આસામ રાઈફલ્સે તેને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. સુરક્ષા બળોએ પહેલા મિર્ચ સ્પ્રે કરીને ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ શાંત ન થઈ. ત્યારબાદ સુરક્ષાબળોને હવાઈ ફાયરિંગ કરવી પડી. મણિપુરમાં 3 મેના રોજ સૌથી પહેલા જાતીય હિંસાની શરૂઆત થઈ હતી.

મેતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવાની માગના વિરોધમાં પર્વતીય જિલ્લામાં આદિવાસી એકજૂથતા માર્ચ આયોજિત કરવામાં આવી હતી. ત્યારે પહેલી વખત વખત મણિપુરમાં હિંસક ઘર્ષણ થયા. હિંસામાં અત્યાર સુધી 160 કરતા વધુ લોકોના મોત થયા અને સેકડો લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. મણિપુરમાં વસ્તીમાં મેતેઈ સમુદાયની સંખ્યા લગભગ 53 ટકા છે અને તેઓ મોટા ભાગે ઇમ્ફાલ ઘાટીમાં રહે છે. કુકી અને નાગા સમુદાયની વસ્તી 40 ટકાથી વધુ છે. આ લોકો પર્વતીય જિલ્લામાં રહે છે.

મણિપુરમાં વિવાદનું શું કારણ?

કુકી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે, પરંતુ મેતેઈ અનુસૂચિત જનજાતિનો દરજ્જો માગી રહ્યા છે.

નાગા અને કૂકીનું સ્પષ્ટ માનવું છે કે બધી વિકાસની મલાઈ મૂળ નિવાસી મેતેઈ લઈ લે છે. કુકી મોટા ભાગે મ્યાંમારથી આવ્યા છે. મણિપુરના મુખ્યમંત્રીએ હાલની સ્થિતિ માટે મ્યાંમારથી ઘૂસણખોરી અને ગેરકાયદેસર હથિયારોને જવાબદાર ઠેરવ્યા છે. લગભગ 200 વર્ષોથી કુકીને સ્ટેટનું રક્ષણ મળ્યું. ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે, અગ્રેજ નાગાઓ વિરુદ્ધ કુકીને લાવ્યા હતા.

નાગા અંગ્રેજો પર હુમલા કરતા તો તેમનો બચાવ આ જ કુકી કરતા હતા. ત્યારબાદ મોટા ભાગનાએ ઈસાઈ ધર્મ સ્વીકારી લીધો, જેનો ફાયદો મળ્યો અને ST સ્ટેટસ પણ મળ્યું.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સ્પેશિયલ સેન્ટર ફોર સ્ટડી ઓફ નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં આસિસટેન્ટ પ્રોફેસર ખુરીજમ બિજોયકુમાર સિંહે જણાવ્યું કે, મણિપુરની હિંસા માત્ર 2 ગ્રુપનો ઝઘડો જ નથી, પરંતુ આ ઘણા સમુદાયો સાથે પણ ખૂબ ઊંડું જોડાણ છે. તે ઘણા દશકો સાથે જોડાયેલી સમસ્યા છે. અત્યાર સુધી માત્ર સપાટી પર જ દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp