તહેવારોમાં ભીડભાડ વાળી જગ્યા પર આંતકી હુમલો કરવાની ફિરાકમાં હતા. પકડાયા

PC: jagran.com

તહેવારો અગાઉ દેશમાં આતંકી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહેવા પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરીને તેમનું ષડયંત્ર નિષ્ફળ કરી દીધું છે. પાકિસ્તાનની ઇન્ટેલિજેન્સ એજન્સી ISIના નિર્દેશ પર લશ્કર-એ તૈયબાએ તેમની ISI માટે કામ કરવાની વાત બતાવીને ભરતી કરી હતી. પાકિસ્તાનમાં બેઠા લશ્કરના હેન્ડલર પરાતુલ્લા ગૌરી અને સાહિદ ફૈઝલે તેમની ઓનલાઇન ભરતી કરી હતી. એવું એટલે કર્યું જેથી આતંકી હુમલા પર તપાસમાં ISIનું નામ સામે ન આવે અને પાકિસ્તાનનું નામ બદનામ ન થાય.

ત્રણેયમાં મોહમ્મદ શાહનવાજ ઉર્ફ શૈફી ઉજ્જમાને દિલ્હીના જેતપુર, મોહમ્મદ રિઝવાન અશરફને લખનૌ અને મોહમ્મદ અરશદ વારસીની મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. તેમાં શાહનવાજ પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) તરફથી 3 લાખનું ઈનામ છે. ત્રણેય વર્ષ 2018માં જામિયા નગરમાં એક સાથે રહેતા હતા. ત્યારથી તેઓ એક-બીજાને જાણે છે. સ્પેશિયલ કમિશનર સ્પેશિયલ સેલ HGS ધાલીવાલના જણાવ્યા મુજબ, ઘણા મહિનાઓથી સ્પેશિયલ સેલની ટીમ આ મોડ્યૂલની તપાસ કરી રહી હતી.

શાહનવાજના આવાસથી સ્પેશિયલ સેલે વિસ્ફોટક બનાવવા માટે અલગ-અલગ ઉપકરણ જેમાં પ્લાસ્ટિક ટ્યુબ, ડેટોનેટર  અને બીજા ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ તેમની પાસેથી બંદૂક, કારતૂસ અને બોમ્બ બનાવવાના અલગ-અલગ સાહિત્ય મળી આવ્યા છે. આ બધા 500 GB ડેટાના રૂપમાં મળ્યા છે, જેમાં PDF, વીડિયો, ફોટો અને ઓડિયો વગેરે સામેલ છે. તેને આ બધુ સીમા પાર બેઠા લશ્કરના હેન્ડલર્સે ઓનલાઇન માધ્યમથી મોકલ્યા હતા. ઇન્ટરનેટના અલગ-અલગ એપના માધ્યમથી વાતચીત કરીને તેઓ પરસ્પર જાણકારી ભેગા કરતા હતા કે કયા પ્રકારે કેમિકલનો ઉપયોગ બોમ્બ બનાવવા માટે કરવામાં આવે, જેથી તેનાથી વધુમાં વધુ નુકસાન પહોંચાડી શકાય.

તેમની યોજના એવી જગ્યાઓ પર બ્લાસ્ટ કરવાની હતી, જ્યાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકોનો જમાવડો હોય. આ બધા પશ્ચિમ ભારત, દક્ષિણ ભારત વગેરે ઘણા રાજ્યોમાં અલગ-અલગ જગ્યાઓ પર જઈને રેકી કરી ચૂક્યા છે. વેસ્ટર્ન ઘાટ એટલે કે ગુજરાતથી લઈને કેરળ સુધી તેમણે પોતાના આશ્રય બનાવવાના પ્રયાસ કર્યા. ઘણી જગ્યાઓ પર જંગલોમાં તેમણે અઠવાડિયા પણ વિતાવ્યા, ત્યાં આ લોકો ટ્રેનિંગ કેમ્પ બનાવીને રહ્યા, અમદાવાદમાં પણ ઘણી જગ્યાઓ પર પણ રેકી કરી. જંગલોમાં ઘણી જગ્યાએ તેમણે બોમ્બ બ્લાસ્ટ કરીને તેની તીવ્રતા તપાસવાનો પ્રયાસ કર્યો.

મોહમ્મદ શાહનવાજ મૂળ રૂપે ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે. તેનો એક સાથી મોહમ્મદ રિઝવાન ફરાર છે, તેની શોધખોળ NIA, પૂણે પોલીસ અને સ્પેશિયલ સેલ કરી રહી છે. મોહમ્મદ શાહનવાઝે વિશ્વશ્વરૈયા ઇન્સ્ટિટ્યૂટ બેંગ્લોરથી માઇનિંગમાં બીટેક કર્યું છે. તેની પત્ની ઇસ્લામમાં કન્વર્ટેડ છે અને તેનું પહેલું નામ બસંતી પટેલ હતું. હવે તેની પત્નીએ પોતાનું નામ મરીયમ રાખી લીધું છે. અરશદ વારસી પણ બીટેક થયો છે. ત્યારબાદ તેણે P.hd પણ કરી. મોહમ્મદ રિઝવાન મૌલાના છે, તે કમ્પ્યુટર સાયન્સમાં બીટેક થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp