'ખરાબ કામ કરનારાને સિસ્ટમમાંથી કાઢી મુકાશે', નીતિન ગડકરીએ અધિકારીઓને ફટકાર લગાવી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેઓ એટલા માટે ચર્ચામાં છે, કારણ કે તેમણે મંચ પરથી જ અધિકારીઓને ઠપકો આપ્યો હતો.
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેની જાળવણી અંગે નારાજગી વ્યક્ત કરતા નીતિન ગડકરીએ મંચ પરથી અધિકારીઓને ઠપકો આપ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેમણે ઘણા રસ્તાઓ બનાવ્યા છે. હવે ખરાબ કામ કરનારાઓને સિસ્ટમમાંથી બહાર ફેંકી દેવા પડશે.
ગડકરીએ મંગળવારે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસના દુહાઈ ઈન્ટરચેન્જ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, સારું કામ કરનારાઓને ઈનામ પણ આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હું લાંબા સમય પછી પેરીફેરલ રોડ પર આવ્યો છું. અમારું રોડનું કામ ખૂબ જ સારી રીતે થયું છે, હવે હું ઈચ્છું છું કે, ઘણા લોકો મારા હાથથી નિવૃત્ત થઇ જાય, કામ ન કરી શકે. કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, કેટલાકની બેન્ક ગેરંટી જપ્ત કરવી જોઈએ. આજે મેં રસ્તો જોયો, તેને ખુબ જ ગંદી રીતે જાળવણી કરવામાં આવી હતી. અમે તમને છોડીશું નહીં. ગંદા કામ કરનારાઓની બેંક ગેરંટી જપ્ત કર્યા બાદ અમે તેમને બ્લેક લિસ્ટ કરીશું. તેમને ટેન્ડરો નહીં ભરવા દેવામાં આવે.
નીતિન ગડકરીએ કહ્યું કે, 'અમે પાયામાંથી સારું કામ કરનારા લોકો માટે કેટલાક પુરસ્કારો શરૂ કરીશું. તે એજન્સીને દર વર્ષે એવોર્ડ આપીશું. જેઓ સારું કામ કરે છે તેમને પુરસ્કાર આપવામાં આવશે અને જેઓ ખરાબ કામ કરશે તેમને સિસ્ટમમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. અમે તેને ઊભા નહીં રહેવા દઈએ. અમે તમામ શૌચાલયોની તપાસ કરવાનું પણ કહ્યું છે અને જેઓ સારી રીતે કામ નથી કરતા તેમને બ્લેકલિસ્ટ કરીશું, પછી ભલે તે વિદેશી કંપની હોય. સારા કામ કરનારાઓને પુરસ્કાર અપાશે. હાર પહેરાવી પ્રમાણપત્ર પણ આપીશું.'
ગડકરીએ કહ્યું કે, તેઓ અને તેમના રાજ્ય મંત્રીઓ હવે રસ્તાઓનું નિરીક્ષણ કરવા માટે બહાર જશે અને ખરાબ કામ કરનારાઓને બહાર કરી દેવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, રોડનો રેકોર્ડ હવે બહુ થઇ ગયો. હવે આપણે વિશ્વનું સૌથી મોટું નેટવર્ક બની ગયા છીએ. હવે અમારે લોકોને નિવૃત્ત કરવા, સસ્પેન્ડ કરવા, બ્લેકલિસ્ટ અને ટર્મિનેટ કરવાનો રેકોર્ડ બનાવવો પડશે. મારી વાતને ગંભીરતાથી લઇ લો.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મેં મારા રાજ્ય મંત્રીઓને કહ્યું છે કે, દરેક રસ્તા પર ફરો, હું પણ ફરીશ. જે સારું કામ કરે છે તેને માન મળશે અને જે ખરાબ કામ કરે છે તેને સિસ્ટમમાંથી બહાર ફેંકી દઈશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp