SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલને સમન મોકલી કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો પછી...

PC: up.punjabkesari.in

UPના બદાયૂં જિલ્લામાંથી આ પ્રકારનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. બદાયૂં સદર તહસીલના SDM SP વર્માએ જમીન વિવાદ કેસમાં રાજ્યપાલને સમન્સ મોકલી આપ્યું છે. આ સમન્સમાં રાજ્યપાલ આનંદીબેન પટેલને 18 ઓક્ટોબરે SDM કોર્ટમાં હાજર રહેવા અને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. લખનઉના રાજભવન ખાતે સમન્સ પહોંચતા જ હોબાળો મચી ગયો હતો. રાજ્યપાલ સચિવાલયે બદાયૂંના DMને પત્ર લખીને આનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત SDMને ચેતવણી આપવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

DM બદાયૂં, મનોજ કુમારે કહ્યું કે, રાજ્યપાલના વિશેષ સચિવના પત્રમાં ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે. SDM જ્યુડિશિયલને ચેતવણી આપવામાં આવી છે. આ મામલે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. સદર તહસીલની SDM ન્યાયિક અદાલતની વ્યવસ્થાને અવગણીને રાજ્યપાલના નામે સમન્સ બહાર પાડવામાં આવ્યા હતા અને કોર્ટમાં હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે લેખરાજ અને રાજ્યપાલના નામે 7 ઓક્ટોબરે સમન્સ બહાર પાડ્યા હતા. આ સમન્સ 10 ઓક્ટોબરે રાજભવન પહોંચ્યું હતું. 16 ઓક્ટોબરે કોર્ટમાં નોટિસ બહાર પડ્યા પછી રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહે DMને પત્ર મોકલીને તેને અત્યંત વાંધાજનક ગણાવ્યો હતો અને કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. 18 ઓક્ટોબરના રોજ કોર્ટે રાજ્યપાલને હાજર થવા અને તેમનો કેસ રજૂ કરવા માટે સમન્સ બહાર પાડ્યું હતું.

મળતી માહિતી મુજબ, સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ લોડા બહેડીના રહેવાસી ચંદ્રહાસે સદર તહસીલની SDM ન્યાયિક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં લેખરાજ, PWDના અધિકારીઓ અને રાજ્યપાલને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. ચંદ્રહાસનો આરોપ છે કે, કેટલાક સંબંધીઓએ તેમની કાકી કટોરી દેવીની જમીન તેમના નામે કરાવી લીધી હતી. સંબંધીઓએ આ જમીન લેખરાજ નામના વ્યક્તિને વેચી દીધી હતી. થોડા દિવસો પછી, આ જમીનનો કેટલોક ભાગ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવ્યો હતો. અધિગ્રહણ કર્યા પછી લેખરાજને 12 લાખ રૂપિયા મળ્યા હતા. આ અરજીની સુનાવણી દરમિયાન SDM જ્યુડિશિયલ કોર્ટ તરફથી લેખરાજ અને રાજ્યપાલને કોર્ટમાં હાજર રહેવા અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમન્સ બહાર પાડવામાં આવ્યા હતા.

રેવન્યુ કોડની કલમ 144 હેઠળ બહાર પડાયેલા આ સમન્સ રાજભવન પહોંચતા જ હોબાળો મચી ગયો હતો. રાજ્યપાલના વિશેષ સચિવ બ્રદિનાથ સિંહે બદાયૂંના DMને પત્ર લખીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલને આ સમન્સ મોકલવાથી સંવિધાનની કલમ 361નું ઉલ્લંઘન થયું છે. વિશેષ સચિવે DMને SDM સામે કડક કાર્યવાહી કરવા કહ્યું. તેમજ ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે સંબંધિત ન્યાયિક મેજિસ્ટ્રેટ વિનીત કુમારને રાજ્યપાલ દ્વારા બહાર પડાયેલા પત્ર અને ચેતવણી વિશે જાણ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp