કથા રોકી નહીં શકો, હાઈકોર્ટે ધીરેન્દ્ર શાસ્ત્રીને આપી કથા કરવાની મંજૂરી

PC: amarujala.com

ઝારખંડ હાઈ કોર્ટે પલામુના રજવાડીહમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને કથા આયોજન કરવાનું શરત સાથે મંજૂરી આપી છે. હાઈ કોર્ટે કહ્યું કે ધાર્મિક આયોજન અને કથાને રોકી નહીં શકાય. સરકાર સુગમતા સાથે આયોજન માટે કેટલીક શરત લગાવી શકે છે. તેની સાથે જ કોર્ટે આ અરજી ફગાવી દીધી. પલામુના DCએ કથા આયોજનની મંજૂરી આપી નહોતી. તેની વિરૂદ્ધ હાઈ કોર્ટમા અરજી દાખલ કરવામાં આવી હતી. કથાનું આયોજન 10 થી 15 ફેબ્રુઆરી વચ્ચે થવાનું છે.

પલામુના DC શશી રંજને ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા માટે મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યાં આયોજન પ્રસ્તાવિત છે એ નદી કિનારે છે અને તેનાથી ઇકો સિસ્ટમ પ્રભાવિત થશે. ત્યારબાદ આયોજકોએ હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છત્તીસગઢના આદિવાસી બહુધા વિસ્તાર બસ્તર વિભાગ હેડક્વાર્ટર જગદલપુરમાં કથા વાંચન માટે આવી શકે છે. 2 દિવસ અગાઉ રાજધાની રાયપુરમાં કથા વાંચન માટે પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તેઓ જલદી જ બસ્તર પહોંચીને અહી કથા વાંચન કરશે.

તેમની જાહેરાત સાથે જ સર્વ સનાતન સમાજ અને હિન્દુ સંગઠનના લોકોએ તૈયારી માટે મંથન પણ શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ આગામી માર્ચ કે એપ્રિલ મહિનામાં બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી બસ્તર પહોંચી શકે છે અને અહી શહેરના લાલબાગ મેદાનમાં કથા વાંચન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના બસ્તર વિભાગમાં વધતા ધર્માંતરણના કેસને લઈને તેમનો બસ્તર પ્રવાસ ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. બસ્તરમાં સતત હિન્દુ સંગઠન દ્વારા મૂળ ધર્મ છોડીને બીજા ધર્મને અપનાવનારા લોકોને મૂળ ધર્મમાં પરત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

લાંબા સમયથી બસ્તરના હિન્દુ સંગઠન પણ આ પ્રયાસમાં લાગ્યા હતા કે બાગેશ્વર ધામ ધિરેન્દ્ર શાસ્ત્રી બસ્તર પહોંચ્યા. એવામાં પોતે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા બસ્તર આવવાની વાત કહ્યા બાદ સર્વ સનાતન સમાજે તેમના આગમનની તૈયારી પર મંથન શરૂ કરી દીધું છે. જો કે, અત્યાર સુધી તેમના પ્રવાસને લઈને સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી અગાઉ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીનું બસ્તર વિભાગના હેડક્વાર્ટર જગદલમાં એક મોટા સ્તર પર કથા વાંચનનું આયોજન થઈ શકે છે. તેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp