બાબા બાગેશ્વરની હજ યાત્રાને લઇને સરકારની ચિમકી, યાત્રા બંધ કરાવો નહીં તો..

PC: abplive.com

બાગેશ્વરધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. ભારત સરકારને સલાહ આપતાં તેમણે કહ્યું કે, સરકારે મંદિરોને અધિગ્રહણમાંથી મુક્ત કરવા જોઈએ અને મંદિરોના દાનથી કરવામાં આવતી હજ યાત્રાને બંધ કરી દેવી જોઇએ. દેશના તમામ પ્રખ્યાત મંદિરોમાંથી આવતા દાનથી હોસ્પિટલો, ગુરુકુળો ખોલવા જોઈએ અને ગરીબ છોકરીઓના લગ્ન કરાવવા જોઈએ. આ પગલાંથી ભારતને વિશ્વ નેતા બનવાથી કોઈ રોકી શકશે નહીં.

ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુરમાં બાગેશ્વરધામમાં આયોજિત તેમની રામ કથાના મંચ પરથી બોલી રહ્યા હતા. તેમણે 5 માર્ચે અહીં આયોજિત થનારા સંત સમાગમમાં પણ આ બાબત મૂકવાની વાત કરી છે. તેમણે કહ્યું કે જો સરકાર આવું નહીં કરે તો તેઓ કેન્દ્ર સરકારની સબબુદ્ધિ માટે યજ્ઞ કરશે અને જરૂર પડશે તો તેઓ અયોધ્યાથી મથુરા સુધી પદયાત્રા પણ કરશે.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, 5 માર્ચે દેશના તમામ સંતો અને વિભૂતિઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. અનિરુદ્ધાચાર્ય, પ્રદીપ મિશ્રા સહિતના વિશેષ મહાત્માઓ બાગેશ્વરધામમાં રહેશે, તે જ દિવસે ભારતમાં આ નવી ક્રાંતિની શરૂઆત થશે. આ પછી ફરી હિંદુ રાષ્ટ્રની યાત્રા શરૂ થશે. તેમણે કહ્યું કે આ માત્ર એક ઝાંખી છે, હિંદુ રાષ્ટ્ર હજુ પણ છે, અમે તેને ભૂલીશું નહીં અને ભૂલવા દઈશું નહીં.

બાગેશ્વર બાબાએ કહ્યું કે, ચુપ છીએ એનો મતલબ કાયર સમજતા નહી, એ અમારા સંસ્કાર છે કે અમે વિનમ્ર છીએ જરૂરત પડ્યે માળા અને ભાલો પણ રાખીએ છીએ. મંદિરોને સરકારના સંપાદનમાંથી મુક્ત કરવા અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ થશે તો સારું થશે, અન્યથા એક વર્ષ વિત્યા બાદ આવતા વર્ષે ભારત સરકારની સદબુદ્ધિ માટે 1100 કુંડીય યજ્ઞ કરવામાં આવશે. જો સરકાર હજુ પણ સંમત નહીં થાય તો તેઓ અયોધ્યા રામલલા મંદિરથી મથુરા સુધીની યાત્રા કરશે. તેમણે કહ્યું કે તમામ મંદિરોના આચાર્યો અને પૂજારીઓએ 5 માર્ચે આવવું જોઈએ, નહીં તો ધીમે-ધીમે સ્થિતિ ખૂબ જ વિચિત્ર બની જશે.

મંદિર માત્ર દાનપેટીમાંથી આવતા પૈસાનો આધાર બની રહેશે, મંદિરોને દાન આપવાથી જ મંદિરોનો વિકાસ થશે સમાજનો નહીં. જો સમાજનો વિકાસ નહીં થાય તો ભારત વિશ્વ ગુરુ નહીં બની શકે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ શાયરીના અંદાજમાં કહ્યુ કે હમે મંદિરોમાં ભીડ ઔર સડકો પર તુફાન ચાહિયે, રામરાજ્ય સે ભરા હિંદુસ્તાન ચાહિયે. તેમણે કહ્યું કે, કૈસે લોગ હો, એક આયા દિન મેં બોલા અલી-અલી તો તુમ તાલી પીટ રહે હો, લેકિન હમને કહા હરિ-હરિ, યે અલી કા નહીં બજરંગબલી કા દેશ હૈ. યે હનુમાજી કા મંચ હે, હરિ-હરિ ચલેગા, હરા નહીં ચલેગા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp