આટલી મોટી દુર્ઘટના બની તેમ છતા ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર લાખો લોકો ઉમટ્યા

PC: news18.com

ઉત્તર પ્રદેશના હાથરસ અકસ્માત બાદ હવે મધ્ય પ્રદેશમાં પોલીસ પ્રશાસનના શ્વાસ ફૂલ્યા છે. તેનું કારણ છે વિખ્યાત કથા વાંચક ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ. 4 જુલાઈએ છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શસ્ત્રીનો જન્મોત્સવ મનાવવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. બાબાના ભક્તોની અપાર ભીડને જોતા પોલીસ પ્રશાસને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે અને આસપાસના 4 જિલ્લાઓની ફોર્સ બોલાવી છે.

છતરપુરના SSP આગમ જૈને બતાવ્યું કે, બાગેશ્વર ધામમાં 250-300 કરતા વધુ પોલીસબળ લગાવી દેવામાં આવ્યું છે. તેની સાથે જ એક્સ્ટ્રા પોલીસ બળ પણ અન્ય જિલ્લાઓમાંથી બોલાવવામાં આવ્યું છે. તેમાં પડોશી જિલ્લા રીવા, પન્ના, ટીકમગઢ અને સાગરનું પોલીસ બળ પણ સામેલ છે. પોલીસ જવાન બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શસ્ત્રીના જન્મોત્સવ કાર્યક્રમમાં સુરક્ષાની વ્યવસ્થા જોશે. તેની સાથે જ બાગેશ્વર ધામની વાત કરીએ તો ત્યાં આયોજકો તરફથી મંચ પણ સજાવી લેવામાં આવ્યું છે.

જન્મોત્સવ કાર્યક્રમના પોસ્ટર અને બેનર એક દિવસ અગાઉ જ લગાવી દીધા હતા. એટલું જ નહીં, જ્યાં જન્મોત્સવ કાર્યક્રમ થવાનો છે એ ટિનસેટમાં હજારો ભક્તોએ જગ્યા રોકી લીધી છે. પોલીસ અને પ્રશાસન સામે બાગેશ્વર ધામમાં ભીડને કંટ્રોલ કરવી મુશ્કેલ છે. બાગેશ્વર બાબાએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે બધા ભક્તોને ઘરે રહીને જ જન્મોત્સવ માનવવાની અપીલ કરી છે, છતા તેમના જન્મોત્સવ અગાઉ જ બાગેશ્વર ધામમાં લોકોની ભીડ ઉમટી છે અને દિલ્હી-મુંબઈ સુધી જન્મોત્સવના અવસર પર બાબાની એક ઝલક જોવા આતૂર થઈ રહ્યા છે.

કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી?

ધીરેન્દ્ર શાસ્ત્રીનું આખું નામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે. તેઓ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા સ્થિત બાલાજી મંદિરના મુખ્ય પૂજારી છે અને સભાઓમાં ધાર્મિક કથાઓનું વાંચન કરે છે. તેમનો જન્મ 4 જુલાઇ 1996ના રોજ છતરપુર જિલ્લાના ગઢા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. તેમનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાંથી થયું છે. શાસ્ત્રી કથાઓ સાથે પોતાનો દિવ્ય દરબાર લગાવવ માટે જાણીતા છે. આ દરબારમાં બાગેશ્વર ધામ મહારાજ લોકોના અંતર્મનની વાત જાણવા અને તેમની સમસ્યાઓનું નિદાન કરવાનો દાવો કરે છે.

અંધવિશ્વાસનો વિરોધ કરનારા એક ગ્રુપે મહારાષ્ટ્રની એક સભામાં શાસ્ત્રીને પોતાની ચમત્કારક ક્ષમતાઓનું પ્રદર્શન કરવા બોલાવ્યા હતા. કહેવામાં આવે છે કે એ કાર્યક્રમમાં શાસ્ત્રી સામેલ થયા નહોતા. નાગપુર અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને અપડકાર આપ્યો અને તેમની આધ્યાત્મિક શક્તિઓ પર સવાલ ઉઠાવ્યો.

શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસને પ્રોત્સાહ આપવાનો પણ આરોપ લગાવ્યો. જ્યારે મીડિયામાં વિવાદ શરૂ થયો તો શાસ્ત્રીએ માનવને પોતાના દિવ્ય દરબારમાં આમંત્રિત કર્યા અને પૂછ્યું કે તેઓ શું જાણવા માગે છે? સ્વામી રામદેવ, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, રાભદ્રાચારી, સાધ્વી પ્રાચી, પ્રજ્ઞા ઠાકુર અને રાજનેતા ગિરિરાજ સિંહ જેવા ઘણા પ્રમુખ હિન્દુ ધાર્મિક નેતા શાસ્ત્રીના સમર્થનમાં આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp