26th January selfie contest

કોવિડ-આતંકવાદી હુમલા પહેલા ખબર કેમ ન પડી? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યો જવાબ

PC: aajtak.in

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા ઘણા દિવસોથી ઈન્ટરનેટથી લઈને ટેલિવિઝન જગતની હેડલાઈન્સમાં છે. 26 વર્ષના શાસ્ત્રી કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના લોકોની સમસ્યાઓ જાણી લેવા માટે અને તેમની સમસ્યાઓનું નિદાન પણ જણાવવાનો દાવો કરે છે. ત્યારે પોતાના 'દિવ્ય દરબારમાં' આવનારા લોકોને સાજા કરવાની વાત કરનારા બાગેશ્વરના સંત શું દેશ માટે પણ આવું કંઈક કરી શકે છે

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે ઘણા બધા લોકોની મદદ કરી હશે. તેમનો ઉદ્ધાર કર્યો હશે, પરંતુ અમે એ જાણવા માંગીએ છે કે શું તમે એવું કોઈ કામ કર્યું, જેનાથી દેશનું ભલું થઈ ગયું હોય? એટલે કે, તમે પહેલેથી જ જણાવી દીધું હોય કે, કોવિડ મહામારી આવવાની છે? કે પછી આતંકવાદી હુમલો થવાનો છે? જ્યારે તમે એક વ્યક્તિને સાજા કરવાની વાત કરો છો તો શું દેશ માટે પણ તમે આવું કઈં કરી શકો છો?

આ સવાલના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હું કોઈ ભવિષ્યવક્તા નથી અને નથી કોઈ જ્યોતિષ. પરંતુ જ્યારે કોઈ દરબારમાં અરજી લઈને આવે છે તો તેઓ પોતાની અંદરની પ્રેરણા અને લાગણીના આધાર પર તેમની સમસ્યા અને સમાધાન વિશે જણાવી દે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ રાજનેતા તેમને મળવા આવે છે તો પૂછે છે કે, રાજ્યની સ્થિતિ શું હશે? તો હું જણાવી દઉં છું કે આવા સંયોગ બની રહ્યા છે. પરંતુ જ્યારે કોઈ અરજી જ નહીં કરે તો કઈ રીતે સમસ્યાઓ અને સમાધાન વિશે જણાવવું સંભવ નથી.

શાસ્ત્રી વધુમાં કહે છે કે, જો કોઈ અરજી નહીં કરે અને હું પોતે જ દેશ દુનિયાની આવનારી સમસ્યાઓને જણાવીશ તો કોણ મારા સૂચવેલા સૂચનને સ્વીકારશે? કોણ નિયમોનું પાલન કરશે અને કોણ તેનું પાલન કરશે? આખરે કોને હું સમાધાન જણાવીશ? આમ પણ વિશ્વ કલ્યાણની શુભકામનાઓ અમે દરરોજ કરીએ છે.

પછી 'પઠાણ' માટે કોણે અરજી કરી?

જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'પઠાણ'નો બહિષ્કાર કરવા માટે તમારા દરબારમાં કોણે અરજી લગાવી હતી? જેના જવાબમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, આ માટે કોઈ અરજી નહીં કરવામાં આવી હતી. કોઈએ તેમને જણાવી દીધું હતું કે 'પઠાણ' ફિલ્મમાં ભગવાને 'બેશરમ રંગ' જણાવવામાં આવ્યો છે, તેથી વિરોધની વાત કહી દીધી.

શું છે વિવાદ?

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના નાગપુરમાં ગત દિવસો દરમ્યાન બાગેશ્વર ધામ સરકારના નામથી ઓળખાતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ 'શ્રીરામ ચરિત્ર ચર્ચા'નું વાચન કર્યું હતું. અંધશ્રદ્ધા નાબૂદી સમિતિએ કથાવાચક શાસ્ત્રી પર જાદૂ ટોના અને અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે કહ્યું હતું કે, 'દિવ્ય દરબાર' અને 'પ્રેત દરબાર'ની આડમાં જાદૂ ટોનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

અંધ શ્રદ્ધા નિવારણ સમિતિનું કહેવું છે કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ચેલેન્જ કરવામાં આવી હતી કે તમે અમારા લોકોની વચ્ચે દિવ્ય ચમત્કારિક દરબાર યોજો અને સત્ય બોલવા પર તમને 30 લાખ રૂપિયા ભેટના રૂપે રકમ આપવામાં આવશે. પરંતુ દાવો કરવામાં આવ્યો છે કે, અંધ શ્રદ્ધા ઉન્મૂલન સમિતિના કારણે બે દિવસ અગાઉ એટલે કે 11 જાન્યુઆરીના રોજ જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથા પૂરી કરી દીધી હતી. આવું એટલા માટે કારણ કે, સમિતિએ મહારાષ્ટ્રના અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે FIR નોંધવાની ફરિયાદ આપી હતી.

જ્યારે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની સફાઇમાં કહ્યું કે, તેમના ગુરુજીના આગામી જન્મોત્સવના કારણે તેઓ તેમની પ્રસ્તાવિત ત્રણ કથાઓમાંથી 2-2 દિવસ ઘટાડી રહ્યા છે. નાગપુર બાદ ટીકમગઢ અને રાયપુરમાં પણ પ્રસ્તાવિત કથાઓનો પણ બે-બે દિવસનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. આ અગાઉ રામકથા માટે 9 દિવસનો સમય રાખવામાં આવતો હતો. અહીં તમને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં શાસ્ત્રીની કથા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp