જામીન મળ્યા છતા ટ્વીન ટેસ્ટમાં ફસાયા કેજરીવાલ? જાણો શું છે
દિલ્હીની એક નીચલી કોર્ટે PMLA કેસમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા, પરંતુ આગામી જ દિવસે દિલ્હી હાઇ કોર્ટે આદેશ પર રોક લગાવી દીધી. દિલ્હી હાઇ કોર્ટમાં જસ્ટિસ સુધીર કુમાર જૈનની આગેવાનીવાળી બેન્ચ EDની અર્જન્ટ અપીલ પર સુનાવણી કરી રહી હતી. જેમાં અરવિંદ કેજરીવાલના જામીન પર સ્ટેની માગ કરવામાં આવી હતી. હાઇ કોર્ટે બેલ પર સ્ટે લગાવતા જજમેન્ટ રિઝર્વ રાખી લીધું છે. EDએ રાઉજ એવન્યૂ કોર્ટના નિર્ણયને હાઇ કોર્ટમાં પડકાર આપતા દલીલ આપી કે ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન આપતા PMLA હેઠળ ટ્વીન ટેસ્ટ ફૉર્મ્યૂલાને એપ્લાઈ ન કર્યો.
EDએ કહ્યું કે, જો ટ્વીટ ટેસ્ટ એપ્લાઈ થતી તો જામીન ન મળતા. હાઇ કોર્ટે EDની દલીલ સાંભળ્યા બાદ કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી. સોમવાર (24 જૂન) સુધી સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. ત્યારબાદ નિર્ણય સંભળાવશે. પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ની કલમ 45માં જામીન સંબંધિત પ્રાવધાન છે. આ કલમમાં સૌથી પહેલા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કોર્ટ આ કાયદા હેઠળ ગુના માટે જામીન નહીં આપી શકે. પછી કેટલાક અપવાદોનો પણ ઉલ્લેખ છે.
કલમ 45 મુજબ PMLA હેઠળ જેલમાં બંધ આરોપીની જામીન અરજી પર સુનાવણી કરવા અગાઉ કોર્ટે પબ્લિક પ્રોસિક્યૂટર (સરકારી વકીલ)ને સાંભળવા અનિવાર્ય છે. આ કલમમાં કહેવામાં આવ્યું છે કે જો પબ્લિક પ્રોસિક્યૂટર જામીનનો વિરોધ કરે છે તો કોર્ટે ટ્વીન ટેસ્ટ ફોર્મ્યૂલા એપ્લાઈ કરવો પડશે.
શું છે ટ્વીન ટેસ્ટ ફોર્મ્યૂલા?
ટ્વીન ટેસ્ટમાં 2 શરતો છે.
- કોર્ટ પાસે એ માનવા માટે પુરતા આધાર હોવા જોઈએ કે પ્રાથમિક રૂપે આરોપી, સંબંધિત ગુનાનો દોષી સાબિત નહીં થાય.
- આરોપીને જો જામીન મળે છે તો તેના જમીન પર રહેતા ભવિષ્યમાં આ રીતેના કોઈ ગુનો કરવાની આશંકા નથી.
સુપ્રીમ કોર્ટના એડવોકેટ આદર્શ તિવારીએ જણાવ્યું કે, ક્રિમિનલ કેસીસમાં ટ્વીન ટેસ્ટ સૌથી ટફ માનવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો 302 કેસમાં જામીન લેવા સરળ છે, પરંતુ ટ્વીન ટેસ્ટમાં જામીન ખૂબ મુશ્કેલ છે કેમ કે 302 કે બીજી કલમોમાં કોર્ટ એ જોતી નથી. આરોપી પર દોષી સાબિત થશે કે નહીં. આરોપીનું નેચર અને ગંભીરતા જોતા જજ નિર્ણય લે છે. માત્ર PMLAમાં એ હેઠળ પ્રાવધાન નથી, પરંતુ ઘણા અન્ય ગંભીર ગુનાના કેસમાં પણ એવા જ નિયમ છે.
ઉદાહરણ તરીકે ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940ની કલમ 36C, ધ નાર્કોટિક્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ અધિનિયમ 1985ની કલમ 37 અને UAPA એક્ટ 1967ની કલમ 43 D(5). UAPAમાં જામીન સાથે જોડાયેલું જે પ્રાવધાન છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ અધિનિયમના ચેપ્ટર IV (આતંકવાદી ગતિવિધિઓ માટે દંડ) અને અધ્યાય VI (આતંકવાદી સંગઠન)ના આરોપી કોઈ પણ વ્યક્તિને જામીન પર ત્યાં સુધી છોડી નહીં શકાય, જ્યાં સુધી પબ્લિક પ્રોસિક્યૂટરને સુનાવણીનો અવસર ન આપવામાં આવે.
એડવોકેટ તિવારી કહે છે કે આ પ્રકારે મકોકાની કલમ 21(4) છે, જેમાં આ જ ટ્વીન ટેસ્ટ એપ્લાઈ થાય છે. એપ્રિલ 2024માં સુકેશ ચંદ્રશેખરના કેસમાં દિલ્હી હાઇકોર્ટે સુનિલ કુમાર વર્સિસ NCT દિલ્હી’ કેસમાં તિહાડ જેલના સુપ્રિટેન્ડેન્ટને 30 મહિના બાદ જામીન આપ્યા હતા. CRPCના સેકશન 436(A)માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ આરોપી ટ્રાયલ દરમિયાન સજાને અવધિથી વધારે પૂરી કરી લે છે તો તે જામીનના અધિકારી છે. તેનો અર્થ એ છે કે જો મની લોન્ડ્રિંગના કેસમાં ED 3.5 વર્ષની અંદર ટ્રાયલ પૂરું કરી શકતી નથી, તો સંબંધિત આરોપી જામીનનો અધિકારી છે. ભલે ટ્વીન ટેસ્ટ એપ્લાઈ હોય કે ન હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp