ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધથી કઇ પાર્ટીને નુકશાન?

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો અને ઇલેક્ટોરલ બોન્ડ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી. સાથે જ કોર્ટે કહ્યું કે આ ગેરબંધારણીય છે અને સ્ટેટ બેંકે 6 માર્ચ 2024 સુધીમાં કોણે કેટલું દાન આપ્યું અને કઇ પાર્ટીને કેટલું દાન મળ્યું તેની વિગત જાહેર કરવી પડશે.

એસોસિયેન ફોર ડેમોક્રેટીક રિસર્ચ(ADR)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2012થી 2018 વચ્ચે કોર્પોરેટસ તરફથી મળતા ફંડમાં 974 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો..

વર્ષ 2017થી 2022 સુધી ઇલેકટોરલ બોન્ડમાંકુલ 11450 કરોડની રકમ મળી હતી, જેમાંથી ભાજપને 6566 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 1123 કરોડ, TMCને 1093 કરોડ,બીજુ જનતાદળને 774 કરોડ રૂપિયા મળ્યા હતા.

જાણકારોનું માનવું છે કે ભાજપ પાસે તો પુરતું ફંડ છે અને હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નાની નાની પાર્ટીઓને ઇલેક્ટોરલ બોન્ડના પ્રતિબંધની મોટી અસર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp