RSSના કાર્યક્રમમાં જઈ શકશે સરકારી કર્મચારીઓ,સરકારે હટાવ્યો 58 વર્ષ જૂનો પ્રતિબંધ

PC: aajtak.in

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ગતિવિધિઓમાં સરકારીઓ કર્મચારીના  ભાગ લેવા પર લાગેલો 58 વર્ષ જૂની પ્રતિબંધ હટાવી દીધો છે. નવેમ્બર 1966માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. BJPના IT સેલના અધ્યક્ષ અમીત માલવીયએ ટ્વીટ કરતા કહ્યું કે, ‘58 વર્ષ અગાઉ 1966માં જાહેર કરવામાં આવેલો અસંવિધાનિક આદેશ, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગતિવિધિઓમાં ભાગ લેનારા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, મોદી સરાકરે પરત લઈ લીધો છે.

આ મામલે કોંગ્રેસે વિરોધ કર્યો છે. પ્રતિબંધ હટાવવાના સમાચાર સોશિયલ મીડિયા પર ત્યારે સામે આવ્યા, જ્યારે કોંગ્રેસ નેતા પવન ખેડાએ સરકારી આદેશની એક કોપી ટ્વીટ કરી અને લખ્યું કે, સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી દીધો છે. કોંગ્રે મહાસચિવ (સંચાર) જયરામ રમેશે 9 જુલાઈએ જાહેર કરાયેલા એક કાર્યાલય મેમોરેન્ડમ શેર કર્યો. કોંગ્રેસ નેતાએ લખ્યું કે, સરદાર પટેલે ગાંધીજીની હત્યા બાદ ફેબ્રુઆરી 1948માં RSS પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ સારા વ્યવહારના આશ્વાસન પર પ્રતિબંધ હટાવી દીધો હતો.

ત્યારબાદ પણ RSSએ નાગપુરમાં ક્યારેય તિરંગો ફરકાવ્યો નથી. જયરામ રમેશે કહ્યું કે, 1966માં RSSની ગતિવિધિઓમાં સરકારીઓ કર્મચારીઓના ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને એજ યોગ્ય પણ હતું. તેમણે આગળ લખ્યું કે, આ પ્રતિબંધ અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન પણ લાગૂ હતો. તો ભાજપે સરકારના આ આદેશનું સ્વાગત કર્યું અને કહ્યું કે, આ નિર્ણય પહેલા લઈ લેવો જોઈતો હતો. આ પ્રતિબંધ ઇન્દિરા ગાંધી સરકાર દરમિયાન લગાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ નેતાએ 30 નવેમ્બર 1966ના આદેશની ઓરિજિનલ કોપીનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં RSS અને જમાત-એ-ઇસ્લામીની ગતિવિધિઓ સાથે સરકારી કર્મચારીઓના જોડાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp