બેન્ડ-વાજા સાથે દુલ્હનના દરવાજે પહોંચ્યો વરરાજો,લગ્નનુ કાર્ડ જોયા બાદ ખબર પડી...

PC: pexels.com

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી લગ્નની તારીખથી એક દિવસ અગાઉ જ જાન દુલ્હનના ઘરે પહોંચી ગઈ. નક્કી દિવસ અગાઉ પોતાના દરવાજે જાનૈયાઓને જોઈને દુલ્હનના પરિવારજનો હેરાન રહી ગયા. જાનૈયાઓ સાથે વરરાજો અને તેના ઘરના ઘણા લોકો ઉપસ્થિત હતા. જાનૈયાઓના આવવા પર દુલ્હનના પરિવારજનો અને ગ્રામજનોએ મળીને ઇમરજન્સીમાં બધી વ્યવસ્થાઓ કરી. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

હમીરપૂરના સિકરોઢી ગામના રહેવાસી સ્વર્ગસ્થ રામફલ અનુરાગીની પુત્રી રેખાના લગ્ન સદર પોલીસ સ્ટેશન વિસ્તરમાં આવેલા પુરવા ગામના બેટારામ સાથે નક્કી થયા હતા. લગ્નની તારીખ 27 ફેબ્રુઆરીએ રાખવામાં આવી હતી, પરંતુ જાન એક દિવસ અગાઉ જ એટલે કે 26 ફેબ્રુઆરીએ જ દુલ્હનના દરવાજે પહોંચી ગઈ, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત રહી ગયું. બેટારામ (વરરાજાની) ભાભી કૌશલ્યાએ જણાવ્યું કે કાર્ડ છાપતી વખત 27ની જગ્યાએ 26 ફેબ્રુઆરી તારીખ છપાઈ ગઈ હતી.

તેમના ઘરમાં કોઈ વધારે ભણેલું-ગણેલું નહોતું, એટલે કોઈએ તારીખ પર ધ્યાન જ ન આપ્યું અને સગા સંબંધીઓને કાર્ડ વહેચી દેવામાં આવ્યા. નક્કી તારીખ અગાઉ જ સગા સંબંધીઓનું આવવાનું ચાલુ થઈ ગયું અને 26 ફેબ્રુઆરીએ એ લોકો જાન લઈને સિકરોઢી ગામ પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા બાદ તેમને ખબર પડી કે લગ્નની તારીખ 27 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. બીજી તરફ એક દિવસ અગાઉ દરવાજા પર જાન જોઈને કન્યા પક્ષના લોકો હેરાન અને પરેશાન થઈ ગયા. જો કે, ગ્રામજનોની મદદથી બધી વ્યવસ્થા કરવામાં આવી અને રીત રિવાજથી લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા.

ગામના રહેવાસી અશોકકુમાર પાંડેએ જણાવ્યું કે, રેખાના પિતાનું મોત થઈ ચૂક્યું છે. જાન એક દિવસ અગાઉ આવી તો બધો કાર્યક્રમ બગડવા લાગ્યો, પરંતુ ગામના બધા લોકોએ મળીને મદદ કરી. રાતોરાત જાનના સ્વાગત-સત્કારની તૈયારીઓ કરવામાં આવી. રસોઇયો બોલાવીને ખાવાનું તૈયાર કરાવવામાં આવ્યું. ત્યારબાદ દ્વારચાર અને વરમાળા વગેરેની રીતો પણ પૂરી થઈ. મંગળવારે સવારે ફેરા લેવામાં આવ્યા અને સાંજ થતા થતા રેખાની વિદાઇ કરી દેવામાં આવી. તેનાથી બંને પક્ષ સંતુષ્ટ નજરે પડ્યા અને ગામનું પણ માન સન્માન બચી ગયું. હાલમાં આ લગ્ન ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp