DJના ગીત પર નાચતી જાન આવી; કાઝીએ નિકાહ કરાવવાની ના પાડી દીધી

PC: indiatoday.in

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લગ્ન નાની-નાની વાતોથી કે કોઈ કામકાજને કારણે નથી થતા. પરંતુ ત્યાર પછી કોઈક રીતે માફી માંગીને લગ્નની વિધિ પૂરી કરવામાં આવે છે. ઇસ્લામમાં, લગ્ન DJ અને ગીતો વિના ખૂબ જ સાદગીથી કરવા માટે કહેવામાં આવ્યું છે. UPમાં આને લગતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં DJ પર ડાન્સ કરી રહેલા લગ્નની જાન માટે મૌલાનાએ નિકાહ કરાવવાની ના પાડી દીધી છે. આ મામલો UPના જગદીશપુર કોતવાલી વિસ્તારનો છે, જ્યાં લગ્નની જાન ફુલ બેન્ડ વાજા સાથે ગીતો પર ડાન્સ કરતી આવી હતી. જ્યારે લગ્નની જાન યુવતીના ઘરે પહોંચી તો ત્યાંના કાઝીએ નિકાહ કરાવવાની ના પાડી દીધી. ત્યાર પછી લગ્નમાં આવેલા તમામ મહેમાનો અને સંબંધીઓમાં હોબાળો મચી ગયો હતો.

આજકાલ લોકો મોટાભાગે ધામધૂમથી લગ્ન કરે છે. દરેક માતા-પિતાનું સપનું હોય છે કે, તેમના બાળકોના લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય. એ જ રીતે કમરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી વારિસ અલી પણ ગુરુવારે રાત્રે DJ અને બેન્ડ વાજા સાથે તેના પુત્રના લગ્નની જાન જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લઈ ગયા હતા. વારિસ અલીના પુત્ર શોહરાબના લગ્ન શરીફની પુત્રી શબાના સાથે થવાના હતા.

લગ્નની જાન ઘરના દરવાજે પહોંચ્યા પછી ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે મૌલાનાએ ના પાડી. મૌલાનાએ કહ્યું કે, તેઓ એવા કોઈ લગ્નમાં નિકાહ નહીં કરાવે જ્યાં સંગીત કે DJ વાગશે, કારણ કે ઈસ્લામમાં DJ અને સંગીતની મનાઈ છે. ત્યાર પછી છોકરા અને છોકરી બંનેના પરિવારજનોએ મૌલાનાની માફી માંગી અને નિકાહ કરાવવાની વિનંતી પણ કરી, પરંતુ મૌલાનાએ નિકાહ ન કરાવ્યો. યુવતીને લગ્ન કર્યા વિના જ તેને સાસરે મોકલી દેવાની ફરજ પડી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યુવતીને તેના સાસરે લઈ જઈ તેની સાથે નિકાહ કરાવ્યા હતા.

ઉત્તર પ્રદેશના અમેઠીના મૌલાનાઓએ આદેશ બહાર પાડીને કહ્યું છે કે, તેઓ લગ્નમાં DJ વગાડતા કોઈપણ ઘરમાં ન તો નિકાહ કરાવશે અને ન ફાતિહા કરશે. જેના કારણે મૌલાનાએ નિકાહ ન કરાવ્યા અને જ્યારે છોકરાના પિતાએ મૌલાના પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે, જ્યારે તે નિકાહ કરાવવા માટે મસ્જિદમાં ગયો હતો ત્યારે મૌલાના દંડ તરીકે પૈસા માંગી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp