BCCIએ 158 કરોડ માટે ફરિયાદ કરી તો બાયઝુસ હવે સમાધાન કરવા તૈયાર થયું
BCCIએ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT)માં બાયઝુસ સામે નાદારીની પ્રક્રિયા હાથ ધરવા માટે અરજી કરી હતી જે NCLTએ 16 જુલાઇએ મંજૂર કરી લીધી છે અને 15 નવેમ્બરે તેની પર સુનાવણી હાથ ધરવામાં આવશે.BCCIની અરજી પર હવે બાયઝુસ એક્શનમાં આવ્યું છે અને BCCI સાથે સમાધાન કરવા માટે તૈયાર થઇ છું.
BCCIએ NCLTમાં અરજી કરવાનું કારણ એ છે કે વર્ષ 2019માં બાયઝુસે BCCI સાથે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની જર્સી માટે 158 કરોડ રૂપિયાનો સ્પોન્સરશીપનો કરાર કર્યો હતો. પરંતુ બાયઝુસની આર્થિક સ્થિતિ ડામાડોળ થવાને કારણે સ્પોનરશીપની રકમ બાયઝુસ ચુકવી શકી નહોતી.ટીમ ઇન્ડિયાની નેશનલ અને ઇન્ટરનેશનલ મેચો માટે દરેક મેચમાં 4.56 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. બાયઝુસ એક એડટેક કંપની છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp