શું પંડ્યા પાસેથી T20ની કેપ્ટન્સી છીનવાશે? BCCI રોહિતને મનાવવાની કોશિશમાં...

PC: thecricketlounge.com

 BCCIના ઉચ્ચ અધિકારી સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ગુરુવારે ત્રણેય ફોર્મેટની ટીમનું એલાન કરશે. જોકે, આ પહેલા તેઓ રોહિત શર્માને ટી20 ટીમની કમાન સંભાળવા માટે પણ મનાવવાની કોશિશ કરશે. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર્યા પછીથી રોહિત શર્માએ આ ફોર્મેટની કેપ્ટન્સી છોડી દીધી હતી. BCCIના સચિવ અને સિલેક્શન કમિટિના સેક્રેટરી જય શાહ, અધ્યક્ષ અજીત અગરકર સાથે દિલ્હીમાં મુલાકાત કરશે. જેમાં ત્રણેય ફોર્મેટની ટીમ ઉપરાંત આવતા વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરવા પર પણ ચર્ચા થશે.

ટી20ના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈન્જરી બાદ આવતા મહિના સુધીમાં તેની વાપસી સંભવ નથી અને એવામાં BCCIની પાસે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવી રાખવા કે પછી રોહિત શર્માને આ જવાબદારી સોંપવા સિવાય કોઇ વિકલ્પ નથી. રોહિત આ પહેલા કહી ચૂક્યો છે કે, તે આંતરરાષ્ટ્રીય સ્તર પર ટી20 ફોર્મેટમાં રમવા માગતો નથી. પણ તેણે જે રીતે હાલના વનડે વર્લ્ડ કપમાં કેપ્ટન્સી કરી તેને જોઇ BCCIને લાગે છે કે આવતા વર્ષે જૂન-જુલાઈમાં થનારા ટી20 વર્લ્ડ કપ સુધી તેણે આ ફોર્મેટની કેપ્ટન્સી પણ સંભાળવી જોઇએ.

આનાથી જોડાયેલ BCCIના સૂત્રએ ગોપનીયતાની શરતે સમાચાર એજન્સી PTIને કહ્યું કે, એ સવાલ હજુ બન્યો છે કે હાર્દિક પંડ્યાની વાપસી પર શું થશે. પણ BCCIનું માનવું છે કે, જો રોહિત ટી20ની કમાન સંભાળવા માટે સંમત થઇ જાય છે તો 2024 T20 વર્લ્ડ કપ સુધી તે કેપ્ટન રહેશે. જો રોહિત શર્મા માનતો નથી તો સાઉથ આફ્રિકામાં ટી20 સીરિઝમાં સૂર્ય કુમાર યાદવ જ કેપ્ટન રહેશે.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકામાં થનારી ટી20 અને વનડે સીરિઝમાં આરામ આપવાની માગ કરી છે. જ્યાં સુધી કોહલીનો સવાલ છે તો આ તેના IPL પ્રદર્શન પર આધાર રાખશે. આજ વાત લોકેશ રાહુલ પર પણ લાગૂ થાય છે. બીજો સવાલ કાર્યભાર મેનેજમેન્ટથી જોડાયેલ છે. કારણ કે ભારતે 11 દિવસની અંદર સીમિત ઓવરોની 6 મેચ રમવાની છે. જેમાં 3 વનડે પણ સામેલ છે. જે તેમણે 5 દિવસની અંદર રમવાની છે. તેના 5 દિવસની અંદર 26 ડિસેમ્બરથી ટેસ્ટ સીરિઝ શરૂ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp