બાથરૂમમાં ગીઝરને કારણે થયું છોકરીનું મોત

PC: twitter.com

મુંબઇના બોરીવલી વિસ્તારમાંથી એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે. અહીં ગેસ ગીઝરના કારણે એક સગીર વયની બાળકીનું મોત થઇ ગયું હતું. હકીકતમાં એ છોકરી નહાવા માટે બાથરૂમમાં ગઇ હતી તે, દરમિયાન ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોક્સાઇડ ગેસનું લીકેજ થવાના કારણે બાથરૂમમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું, જેના કારણે 15 વર્ષીય સગીર બાળકીનું મૃત્યુ થઇ ગયુ હતું.આ દુઃખદ ઘટના મુંબઇના બોરીવલી વિસ્તારની છે.

રિપોર્ટ મુજબ ગીઝરમાંથી ઝેરી કાર્બન મોનોક્સાઇડના લીકેજ થવાના કારણે બાથરૂમમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું. તે કારણે આ ઘટના બની હતી. આ ઘટનામાં ધ્રૂવિ ગોહિલનું મોત થયું હતું.

ધ્રૂવિની સારવાર કરનાર ડૉકટર વિવેક ચોરસીયાએ જણાવ્યું હતું કે, ધ્રૂવિનું મૃત્યુ કાર્બન મોનોક્સાઇડના કારણે થયું છે તેઓના કહેવા અનુસાર જ્યારે ધ્રુવીના સંબંધીઓએ જોયુ કે ધ્રૂવિ નહાવા ગઇ તેનો ઘણો સમય થઇ ગયો ત્યારે તેમણે દરવાજો ખખડાવી જોયો. કોઇ જવાબ ન મળતા દરવાજો તોડી નાખ્યો તો ધ્રૂવિ બેભાન અવસ્થામાં પડી હતી. ગરમ પાણીના કારણે હાથની ચામડી બળી ગઇ હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, બાથરૂમના ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોકસાઇડના કારણે ધ્રૂવિ બેભાન થઇ ગઇ હતી. બાથરૂમમાં ઓક્સિજન ઓછું થઇ જવાના કારણે તેના મગજમાં અસર પહોંચી હતી તેથી તેનું મૃત્યુ થઇ ગયું હતું. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલી ધ્રૂવિને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. સારવાર દરમિયાન ધ્રૂવિનું 10 જાન્યુઆરીએ મૃત્યુ થઇ ગયુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp