જૂન મહિનામાં પણ હીટ વેવનો સામનો કરવા માટે તૈયાર રહેજો

PC: hindi.news18.com

સામાન્ય રીતે જૂન મહિનામાં ગરમીનું પ્રમાણ ઘટતું હોય છે, પરંતુ ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનામાં પણ હીટવેવ માટે તૈયાર રહેજો. ભારતીય હવામાન વિભાગના ડાયરેકટર જનરલ ડો. મૃત્યુંજય મહામાત્રએ કહ્યું છે કે, જૂન મહિનાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં વધારે ગરમી પડશે.

સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમી રાજ્યોમાં જૂન મહિનામાં 3 દિવસ હીટવેવ રહે છે, પરંતુ આ વખતે 6 દિવસ હીટવેવ રહેશે. રાત્રે પણ તાપમાન 4થી 5 ડીગ્રી જેટલું વધશે. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર-પશ્ચિમથી મધ્ય ભારતમાં આવતા પવનોને કારણે ભેજનું પ્રમાણ વઘશે જેને કારણે ગરમીનું પ્રમાણ વધશે. જૂન ના પહેલાં સપ્તાહમાં હીટવેવ જોવા મળી શકે છે. આ વખતે વરસાદ કેરળને બદલે ઉત્તર- પૂર્વમાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp