અંગ્રેજીમાં મોમો વેચીને થયો ફેમસ, હવે વીડિયો માટે યુટ્યુબરો પાસે લે છે 500-500

PC: aajtak.in

કહેવાય છે કે સફળતા દરેકને પચતી નથી. દિલ્હીના પ્રખ્યાત ‘બાબા કા ઢાબા’ તો તમને યાદ જ હશે. કોરોનાકાળમાં જ્યારે તેમના ઢાબામાં કોઈ વેચાણ થઈ રહ્યું નહોતું તો એક યુટ્યુબરે તેમનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર નાખી દીધો. ત્યારબાદ તેમના ઢાબા પર ભીડ લાગવાની શરૂ થઈ ગઈ. બાબાની કમાણી પણ ખૂબ થવા લાગી, પરંતુ ત્યારબાદ તેમણે એ જ યુટ્યુબર પર પૈસા પચાવી જવાનો આરોપ લગાવી દીધો, જે પાયાવિહોણો નીકળ્યો, પરંતુ તેની અસર એ થઈ કે લોકોએ બાબાના એ ઢાબા પર જવાનું જ છોડી દીધું.

જો કે, પોતાની ભૂલ માટે બાબાએ એ યુટ્યુબર પાસે માફી પણ માગી, પરંતુ જે થવાનું હતું તે તો થઈ જ ગયું ને. બાબા કા ઢાબામાં પહેલા જેવી વાત ન રહી. તેમાં કોઈ શંકા નથી કે, લોકો તેમના ઢાબામાં આવે છે, પરંતુ એટલા નહીં જેટલા પહેલા આવવા લાગ્યા હતા. હવે એવો જ હળતો-મળતો મામલો ઉત્તર પ્રદેશના લખનૌથી આવ્યો છે. અહી થોડા મહિના અગાઉ ગૌમતી નગરની ચટોરી ગલીમાં મોમો સ્ટોલ લગાવનારા ઇંગ્લિશ પ્રોફેસર સુમિત મહાજન ખૂબ ફેમસ થયા હતા.

તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પણ ખોલી લીધી, પરંતુ હવે આ સાહેબના તેવર કંઈક એકદમ બદલાઈ ગયા છે. એમ અમારું નહીં, પરંતુ એક યુટ્યુબર ‘હંગરી પૂજા’નું કહેવું છે. પૂજાએ જણાવ્યું કે, ‘જ્યારે તે સુમિતના સ્ટોલ પાસે વીડિયો બનાવવા ગઈ તો તેની પાસે સુમિતે 500 રૂપિયાની માગ કરી.’ પૂજાએ તેનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સુમિત કહી રહ્યો છે, ‘હું દરેક યુટ્યુબર પાસે પોતાના ઇન્ટરવ્યૂના 500 રૂપિયા લઉં છું. મને ફેમસ થવાની જરૂરિયાત નથી.

મારા પહેલાથી જ ખૂબ સબ્સક્રાઇબર્સ છે. જો હું ફ્રીમાં ઇન્ટરવ્યૂ આપીશ તો તેનાથી મને શું ફાયદો થશે? હું રોજ 400 મોમો વેચવું છું. જલદી વેચાઈ પણ જાય છે, પછી ઘરે જતો રહું છું.’ તેના પર પૂજા કહેતી નજરે પડી રહી છે કે એમ કરવું તો એકદમ ખોટું છે. તમે કોઈ પાસે ઇન્ટરવ્યૂ માટે પૈસા લઈ રહ્યા છો. તો સુમિત કહે છે તેમાં ખોટું શું છે? હું પોતાનો ફાયદો પણ જોઈશ. આ વીડિયોને શેર કરતા પૂજાએ કહ્યું કે, આપણે આ પ્રકારના લોકોને ફેમસ ન કરવા જોઈએ, જેમના અચાનક તેવર બદલાઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp