UPSC પાસ કર્યા વિના 18 વર્ષે IPS બન્યો, સમોસા પાર્ટી કરી, પણ અસલી પોલીસે આવીને..

PC: amarujala.com

UPSCની પરીક્ષા પાસ કરવી મુશ્કેલ લાગતાં યુવક પરીક્ષા પાસ કર્યા વિના જ IPS બની ગયો હતો. IPS તો બની ગયો, પરંતુ માહિતીના અભાવે જેલમાં જવું પડ્યું. બિહારના જમુઈમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જમુઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતે IPS હોવાનો દાવો કરી રહ્યો છે.

મામલો જિલ્લાના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આરોપીની ઓળખ મિથલેશ માંઝી (18) તરીકે થઈ છે. જ્યારે સિકંદરા પોલીસ સ્ટેશનની પોલીસે તેની ધરપકડ કરી ત્યારે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. મિથલેશે ખૈરાના રહેવાસી મનોજ સિંહ નામના વ્યક્તિ પર તેની પાસેથી 2 લાખ રૂપિયા લઈને તેને યુનિફોર્મ આપવાનો આરોપ લગાવ્યો છે. કહ્યું, 'હવે તમે પોલીસમાં નોકરી કરી શકશો. તમે IPS બની ગયા છો.'

યુવક લખીસરાયના હલસી પોલીસ સ્ટેશનના ગોવર્ધન બિઘા ધીરા ગામનો છે. મળતી માહિતી મુજબ, પોલીસે યુવકની સિકંદરા જિલ્લા પરિષદ પ્રમુખના નિવાસસ્થાન નજીકથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે સિકંદરા ચોકની આસપાસ હતો. જ્યારે તેઓ તેની ધરપકડ કરવા ગયા તો તેણે કહ્યું, 'હું IPS છું', ત્યારપછી પોલીસે તેને પકડી લીધો અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. SDPO સતીશ સુમને આ અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે.

SDPO સતીશ સુમને કહ્યું કે, 'સિકંદરા પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જે નકલી IPS ઓફિસર તરીકે ફરતો હતો. જેમને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. આમાં સામેલ ગેંગના તમામ સભ્યોની ધરપકડ કરવામાં આવશે.'

યુવકે મીડિયાના સવાલો પર ઘણા ખુલાસા કર્યા. તેણે કહ્યું કે, મનોજ સિંહ નામના વ્યક્તિએ કહ્યું હતું કે, જો તમે બે લાખ રૂપિયા આપો તો હું તમને IPS બનાવી દઈશ. યુવકે ક્યાંકથી વ્યવસ્થા કરી એક મહિના પહેલા બે લાખ રૂપિયા આપ્યા હતા. બદલામાં મનોજસિંહે શુક્રવારે સવારે 4 વાગે ખાખરા ચોક ખાતે સરકારી શાળા પાસે યુવકને યુનિફોર્મ અને પિસ્તોલ આપી હતી. કહ્યું જાવ, બહુ જલ્દી તને એ પણ કહેવામાં આવશે કે, ક્યાં ડ્યુટી કરવાની છે.

નકલી IPS બનેલા મિથલેશ માંઝીએ જણાવ્યું હતું કે, 'મનોજ સિંહે મને કહ્યું હતું કે, જો તમે મને બે લાખ રૂપિયા આપો તો તે મને પોલીસમાં નોકરી અપાવી દેશે. મેં એક મહિના પહેલા બે લાખ રૂપિયા આપ્યા હતા. આજે સવારે તેણે મને ખૈરા સ્કૂલ પાસે યુનિફોર્મ અને પિસ્તોલ આપી હતી. હું મારી મા ને કહેવા માટે ગામ આવ્યો હતો. ત્યાર પછી બાકીના 30 હજાર આપવા માટે ખૈરા જતો હતો, તે દરમિયાન પોલીસે આવીને તેને સિકંદર ચૌક પર પકડી લીધો હતો.'

યુવક યુનિફોર્મ પહેરીને પિસ્તોલ લઈને ગામમાં આવ્યો હતો. તેણે તેની માતાને કહ્યું કે, તે IPS બની ગયો છે. આ પછી તે 30 હજાર રૂપિયાની બાકી રકમ ચૂકવવા સિકંદરા આવ્યો હતો. તે સિકંદરા ચોકમાં ખુશીથી ફરતો હતો અને લોકોને કહી રહ્યો હતો કે, તે IPS બની ગયો છે. IPS બનવાની ખુશીમાં તેણે સમોસા અને મીઠાઈ પણ ખવરાવી હતી, પરંતુ આ દરમિયાન કોઈએ સિકંદરા પોલીસને જાણ કરી હતી. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp