રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પૂજા પદ્ધતિમાં બદલાવ, હવે રામ-સીતાજી...

PC: abplive.com

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની ત઼ડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આખો દેશ અત્યારે રામ મય બની ગયો છે. દેશભરના લોકો આ પવિત્ર કાર્યક્રમની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. બીજી તરફ એ વાત સામે આવી છે કે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા પૂજા પદ્ધતિમાં બદલાવ કરાયો છે. રામલલ્લાના મુખ્ય પુજારીએ મીડિયા સાથેની વાતમાં આ જાણકારી આપી છે.

રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયા સાથેની વાતચીતમા કહ્યું હતું કે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં 22 તારીખે થનારી પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા પૂજા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હવે માતા સીતા અને ભગવાન રામની એક સાથ ગવાતી સ્તુતિ હવે નહીં ગવાશે.

આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામ બાળ સ્વરૂપે બિરામાન થવાના છે. જેમને રામલલ્લા કહેવામાં આવે છે. એટલે સીતા-રામની સાથેની સ્તુતિ હવે નહીં કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભગવાન રામ તેમના 3 ભાઇઓ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન.તેમની 3 માતાઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા તથા સરયૂ મૈયા અને અયોધ્યા નાથની સ્તુતિ કરવામાં આવશે.

પૂજા પદ્ધતિમાં બદલાવમાં બદલાવ અંગેની પુસ્તિકા રામલલ્લાના મુખ્ય પૂજારી સહિત તાલિમ લઇ રહેલા બધા પૂજારીઓને મોકલી આપવામાં આવી છે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સમગ્ર અયોધ્યાને શણગારવામાં આવી રહી છે. તૈયારીઓ અવિરત ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બુધવારે 10 જાન્યુઆરી અયોધ્યાના મોહભારા બજારમાં તૈયારીઓના ભાગરૂપે માતા સીતાનું એક મોટું 'કડું' સ્થાપિત કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રવેશ દ્વાર તૈયાર કરવામાં આવી રહ્યા છે.

શ્રી રામજન્મ ભૂમિ મંદિરમાં એટાના લોકોના એક પ્રતિનિધિ મંડળ તરફથી 2400 કિલોગ્રામ વજનનો એક વિશાળ ઘંટ ભેટ તરીકે ચઢાવાયો છે. તો બીજી તરફ મંદિરમાં લાગનારા અષ્ટધાતુંથી બનેલા 2100 કિલોનો ઘંટ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે.

ગુજરાતના વડોદરાથી એક મોટી વેનમાં 108 ફુટ લાંબી અગરબત્તી રવાના કરવામાં આવી રહી છે, જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યકમમાં લગાવવામાં આવશે. સોનાના વરખથી શણગારેલું ડ્રમ અયોધ્યા લાવવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે મંદિર પરિસરમાં તેની સ્થાપના ક્યાં થઈ શકે છે તે અમે જોઈશું.

અગાઉના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે અયોધ્યા અને અમદાવાદ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp