‘શિવશક્તિ’ અને ‘તિરંગા’ પહેલા ચંદ્રની એક જગ્યા ‘જવાહર પોઇન્ટ’ પણ છે, જાણો વિગત

PC: hindustantimes.com

ચંદ્રયાન-3ના વિક્રમ લેંડરે ચંદ્ર પર જે જગ્યાએ પગલું પાડ્યું છે તે પોઇન્ટને ‘શિવશક્તિ’નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પોઇન્ટને ‘તિરંગા’ નામ આપ્યું છે જ્યાં ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરમાં  ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્સમાં વૈજ્ઞાનિકોને સંબોધન કરતી વખતે ચંદ્ર પરના બંને નામ શિવ શક્તિ અને તિરંગા પોઇન્ટની જાહેરાત કરી હતી. સાથે જ દર વર્ષે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની પણ PM મોદીએ જાહેરાત કરી છે.

આ એક વૈજ્ઞાનિક પરંપરા છે કે જ્યાં લેન્ડર ઉતરે છે તેનું નામ તેના નામકરણ કરવામાં આવે છે.પરંતુ ચંદ્ર પર શિવ શક્તિ પોઈન્ટ અને તિરંગા પોઈન્ટ પહેલા એક પોઇન્ટ છે જેનું નામ જવાહર પોઈન્ટ છે.

ચંદ્રયાન-3ની લેન્ડિંગ પછી ‘જવાહર પોઇન્ટ’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ભાજપના અનેક નેતાઓ ચંદ્રયાન-1 મિશનના લેન્ડિંગ સાઇટના નામ પર આપત્તિ બતાવી રહ્યા છે.

જવાહર પોઇન્ટની અત્યારે ચર્ચા ચાલી રહી છે તો આ પોઇન્ટ વિશે તમને જાણકારી આપીશું.

તો વાત એમ હતી કે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2003માં ચંદ્રયાન કાર્યક્રમની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટ 2003, એ તારીખ છે જ્યારે ભારતે ચંદ્રયાન કાર્યક્રમની જાહેરાત કરી હતી.

નવેમ્બર 2003ના દિવસે ભારત સરકારે પહેલા વખત ભારતીય મૂન મિશન માટે ISROના ચંદ્રયાન-1ને મંજૂરી આપી હતી. એના 5 વર્ષ પછી ભારતના પૂર્વ પ્રધાનમંત્રીના કાર્યકાળમાં ભારતે 22 ઓક્ટોબર 2008ના દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી ચંદ્રયાન-1 મિશનને લોંચ કરવામાં આવ્યું હતું.

ચંદ્રયાન-1ને PSLV-C11થી લોંચ કરવામાં આવ્યું હતું.ચંદ્રયાન-1 મિશનમાં ઓર્બિટર અને મૂન ઈમ્પેક્ટ પ્રોબ (MIP)નો સમાવેશ થતો હતો. આ મિશન પર લગભગ 386 કરોડ (88.73 મિલિયન ડોલર) ખર્ચવામાં આવ્યા હતા. આ મિશનમાં ચંદ્રની સપાટીનું બે વર્ષ સુધી સર્વે કરવાનું હતું અને ત્યાં હાજર રાસાયણિક રચનાનો નકશો બનાવવાનો હતો.

ચંદ્રયાન-1 22 ઓક્ટોબર 2008ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 8 નવેમ્બરે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. પછી સ્ટેપવાઇઝ 12 નવેમ્બરે ચંદ્રથી લગભગ 100 કિલોમીટર દૂર પહોંચ્યું, પરંતુ 14 નવેમ્બર 2008ના રોજ ચંદ્રયાન-1 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ચંદ્રયાન-1નું ક્રેશ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં Shackleton ક્રેટર પાસે થયું હતું. કારણ કે તે દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મજયંતિ હતી, તેથી પોઇન્ટનું નામ 'જવાહર પોઇન્ટ' રાખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp