4 સગીરોએ દુકાનથી ચોરી કર્યા કુરકુરે અને બિસ્કિટ, બાળકોને પોલ સાથે બાંધીને માર્યા

PC: aajtak.in

બિહારના બેગુસરાયથી 4 સગીર બાળકોને નિર્દયી માર મારવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકોએ દુકાનથી કુરકુરે ચોરી કર્યા હતા. બાળકોને ન માત્ર મારવામાં આવ્યા, પરંતુ તેમને કલાકો સુધી પોલ સાથે બાંધીને રાખવામાં આવ્યા. ઘટનાસ્થળ પર ઉપસ્થિત કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ ઘટના 28 ઓક્ટોબરના રોજ વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફાજિલપુર ગામમાં થઈ હતી. SPના આદેશ પર આરોપી દુકાનદાર વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારે સવારે 4 સ્થાનિક બાળકોએ એક કરિયાણાની દુકાનમાં ઘૂસીને બિસ્કિટ અને કુરકુરે ચોરી કર્યા હતા. આ દરમિયાન ચારેયને દુકાનદારે પકડી લીધા હતા. પછી તેમને માર મારવામાં આવ્યો અને કલાકો સુધી પોલ સાથે બાંધી રાખવામાં આવ્યા. હેરાન કરી દેનારી વાત એ છે કે આ દરમિયાન ડઝનો લોકોની ભીડ તમાસો જોતી રહી. કોઈએ તેમને બચાવવાનો પ્રયાસ પણ ન કર્યો. ઘટનાસ્થળ પર કોઈએ ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બાળકોને છોડાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પૂછપરછ બાદ તેમને પરિવારજનોના હવાલે કરી દેવામાં આવ્યા. આ મામલે SP યોગેન્દ્ર કુમારે જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે, દુકાનદારે 4 બાળકોને ચોરી કરતા રંગે હાથ પકડી લીધા હતા. ત્યારબાદ બાળકોને માર મારીને પોલ સાથે બાંધી દેવામાં આવ્યા હતા. પોલીસે બાળકોના માતા-પિતા સાથે સંપર્ક કર્યો અને તેમની પાસે લેખિત ફરિયાદ નોંધાવવા કહ્યું, પરંતુ અત્યાર સુધી કોઈ અરજી મળી નથી.

પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પલ્લવે જણાવ્યું કે, પીડિત પક્ષ તરફથી કોઈ પ્રકારની લેખિત ફરિયાદ આપવામાં આવી નથી. બાળકોને મારવા અને પોલ સાથે બાંધવાના વીડિયોને પોલીસની ધ્યાનમાં આવ્યો નથી, મળેલી માહિતી મુજબ, 4 સગીર બાળકોને ચોરીનો આરોપ લગાવીને તેમને માર્યા હતા. ઘટના શનિવાર સવારની બતાવવામાં આવી રહી છે. ગામના બાળકો પર એક કરિયાણાના દુકાનદાર તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના દુકાનમાં ઘૂસીને કુરકુરે સાહિત અન્ય સામગ્રી ચોરી કરી લીધી હતી. દુકાનદારે કેટલાક લોકોના સહયોગથી 4 બાળકોના હાથ દોરડાથી બાંધી દીધા અને ભીડ તમાશો જોતી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp