ભારત રત્ન: લોકસભા ચૂંટણી જીતવાનો BJPનો માસ્ટર સ્ટ્રોક છે?

PC: moneycontrol.com

દેશના સર્વોચ્ય સન્માન ભારત રત્ન આપવામાં પણ મોદી સરકારે રેકોર્ડ કરી નાંખ્યો છે. રાજકારણના જાણકારોનું માનવું છે કે, પછાત, દલિત અને દક્ષિણનું દિલ જીતવાનો ભાજપનો લોકસભા ચૂંટણી જીતવાનો આ માસ્ટર સ્ટ્રોક છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે એ વાત પરથી ખબર પડે છે કે, ભાજપ લોકસભાની ચૂંટણીમાં આ એવોર્ડનો લાભ લેવા માંગે છે. ભારત રત્ન એક સાથે જાહેર કરવાને બદલે ટાઇમીંગનું ધ્યાન રાખીને જુદી જુદી તારીખે જાહેર કરવામાં આવ્યો.

23 જાન્યુઆરી 2024એ સૌથી પહેલાં કર્પુરી ઠાકુરને ભારત રત્ન જાહેર કરાયો. એ પછી 3 ફેબ્રુઆરીએ ભાજપ નેતા એલ કે. અડવાણીને અપાયો અને 9 ફેબ્રુઆરીએ ચૌધરી ચરણસિંહ, નરસિંહા રાવ અને ડો. એમ. એસ. સ્વામીનાથને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી.

જો કે કેટલાંક જાણકારોનું કહેવું છે કે, કોઇ પણ પાર્ટી ચૂંટણી જીતવા માટે પ્રયાસ કરતી હોય છે, તો ભારત રત્નની જાહેરાત લોકસભાની ચૂંટણીના લાભ માટો હોય તો તેમાં કશું ખોટું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp